PM મોદીએ જાહેર કરી રામમંદિર જન્મભૂમિની પોસ્ટ ટિકીટ, આ પહેલા પણ લોન્ચ કરી ચૂક્યા છે 11 ટિકીટો

0
4

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન દરમયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરની પોસ્ટ ટિકીટ જાહેર કરી છે. આ ટિકીટને વર્તમાન મોડેલ ઉપર બનાવવામાં આવી છે. આ પહેલા પણ પ્રધાનમંત્રી મોદીએ ભગવાન શ્રી રામ ઉપર 11 સ્મારક ટિકીટો જાહેર કરી ચુક્યાં છે. બુધવારે 5 ઓગષ્ટ, 2020ના રોજ પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજન દરમયાન જે પોસ્ટ ટિકીટ જાહેર કરી છે. તેની કિંમત પાંચ રૂપિયા છે. હાલ પાંચ લાખ પોસ્ટ ટિકીટો છાંપવામાં આવશે. આ પોસ્ટ ટિકીટો યુપી સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પૂર્વે પણ પ્રધાનમંત્રી મોદીએ ભગવાન રામ ઉપર 11 પોસ્ટ ટિકીટ જાહેર કરી છે. આવી રીતે દેશમાં શ્રીરામ ઉપર કુલ 12 પ્રચલિત પોસ્ટ ટિકીટો હાજર છે.

અયોધ્યાથી અંદાજે ત્રણ વર્ષ પહેલા 22 સપ્ટેમ્બર 2017ના રોજ પ્રધાનમંત્રી મોદીએ વારાણસીના માનસ મંદિરમાં શ્રીરામની જીવનગાથા ઉપર પોસ્ટ ટિકીટ જાહેર કરી હતી. ત્યાં પ્રધાનમંત્રીએ પ્રભુ રામના જીવન ઉપર આધારિત 11 સ્મારક પોસ્ટ ટિકીટ જાહેર કરી હતી. આ તમામ ટિકીટો રામાયણના વિભિન્ન પ્રસંગો ઉપર આધારિત છે. તેમાં રામ-સીતા સ્વયંવરથી લઈને ભગવાન રામના રાજ્યાભિષેક સુધીના પ્રસંગોને દર્શાવવામાં આવ્યાં છે. ટિકીટ ઉપર અલાહાબાદના સોરાંવ તાબાના શ્રૃંગવેરપુરનો ઐતિહાસિક ફોટો પણ તેમાં દર્શાવવામાં આવ્યો છે. જેમાં શ્રીરામ, લક્ષ્‍મણ અને સીતા નૌકા ઉપર સવાર થઈને નદી પાર કરતા દેખાઈ રહ્યાં છે. આ રસ્તે પ્રભુ રામ 14 વર્ષના વનવાસ ઉપર ગયા હતાં.

વારાણસીમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી પોસ્ટ ટિકીટોમાં રામાયણના જે પ્રસંગો ઉપર આધારિત છે. તેમાં સીતા સ્વયંવર, રામ વનવાસ, ભરત મિલાપ, કેવટ પ્રસંગ, જટાયુ સંવાદ, સબરી સંવાદ, અશોક વાટીકામાં હનુમાન-સીતા સંવાદ, રામ સેતુ નિર્માણ, સંજીવની લાવતા હનુમાન, રાવણ વધ અને અયોધ્યા વાપસી ઉપર શ્રીરામના રાજ્યભિષેક સુધીના સંસ્મરણો સામેલ છે. આ 11 ટિકીટોની કુલ કિંમત 65 રૂપિયા છે. તેમાંથી 10 પોસ્ટ ટિકીટો પાંચ-પાંચ રૂપિયાની જ્યારે એક પોસ્ટ ટિકીટ15 રૂપિયાની છે.

પાંચ ઓગષ્ટે રામ મંદિર ભૂમિ પૂજનના શૂભ અવસરને જોતા પોસ્ટ વિભાગે પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી 11 પોસ્ટ ટિકીટોને આકર્ષક રૂપમાં રજૂ કરી છે. પોસ્ટ વિભાગ દ્વારા આ પહેલા જાહેર કરવામાં આવેલી 11 પોસ્ટ ટિકીટોને માર્બલ અને લાકડીની આકર્ષક ફ્રેમમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. માર્બલ ફ્રેમમાં 11 પોસ્ટ ટિકીટોની શ્રૃંખલા 1250 રૂપિયામાં ઉપલબ્ધ છે. લાકડાની ફ્રેમમાં આ પોસ્ટ ટિકીટોની કિંમત 250 રૂપિયા છે.