જનતા કર્ફ્યૂ પહેલાં પીએમ મોદીની દેશને અપીલ- સાચી માહિતી આપો, અફવા ન ફેલાવો; એક પછી એક ચાર ટ્વિટ કરી

0
14

નવી દિલ્હી: જનતા કર્ફ્યૂ પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી છે કે કોરોના વાઈરસ વિશે સાચી માહિતીઓ શેર કરો અને ખોટી રીતે ડર ન ફેલાવો. પીએમએ એક પછી એક ટ્વિટ કરીને કહ્યું કે, લોકો કોરોના વાઈરસ વિશે સાચી માહિતી શેર કરે અને ખોટી માહિતી ન ફેલાવી જોઈએ. પીએમએ કહ્યું છે કે, લોકોએ સાચી માહિતી શેર કરવા માટે ભારત સરકારે એક વ્હોટ્સએપ નંબર જાહેર કર્યો છે. પીએમએ કહ્યું છે કે, આ નંબર દ્વારા લોકો સાચી અને ભારત સરકાર દ્વારા પ્રમાણીત માહિતી મળવી શકશે.

વડાપ્રધાને કહ્યું છે કે, +919013151515 નંબર પર મેસેજ મોકલીને આ સેવા સાથે જોડાઈ શકાય છે. પીએમ મોદીએ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના વખાણ કર્યા છે. પીએમએ કહ્યું છે કે, ટ્વિટરે COVID-19 નામનું એક ખાસ પેજ લોન્ચ કર્યું છે. અહીં કોરોના વાઈરસ વિશે પ્રમાણિત સૂચના મેળવી શકાય છે. વડાપ્રધાને ગૂગલના પણ વખાણ કરતાં કહ્યું છે કે, આ ટેક કંપની પણ તેમની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને જાગ્રત કરી રહ્યા છે. ગૂગલે કોરોનાથી જાગ્રત કરવા માટે પાંચ કામ કરવાના કહ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here