પીએમ નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડ પહોંચ્યા હતા. તેમણે ઉધમ સિંહ નગર જિલ્લાના રૂદ્રપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસ ભારતને અરાજકતામાં નાખી દેશને આગ લગાડવા માંગે છે.
પીએમ મોદીએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, “કોંગ્રેસના રાજવી પરિવારના રાજકુમારે કહ્યું કે જો મોદી ત્રીજી વખત પીએમ બનશે તો દેશમાં આગ લાગશે. શું તેમનુ એવુ કહેવુ છે કે હવે વિપક્ષી પાર્ટીઓ દેશને આગ લગાડવાની વાત કરી રહી છે. કોંગ્રેસ ભારતને અરાજકતામાં ફેંકવા માગે છે. દેશમાં આગ લગાડવા માંગે છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે વિપક્ષ 10 વર્ષથી સત્તાની બહાર શું થઇ ગયુ તેઓ દેશને આગ લગાડવાની વાતો કરે છે ? શું તમે આવા લોકોને સજા કરશો? તેમ તેમને વીણી વીણીને સાફ કરી દો.આ વખતે તે લોકોને મેદાનમાં રહેવા જ ન દો. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ દક્ષિણ ભારતને અલગ કરવાની વાત કરી હતી. તમે મને કહો કે દેશ તોડનારાઓને સજા થવી જોઈએ કે નહીં?
પીએમ મોદીએ દાવો કર્યો કે કોંગ્રેસ દેશભક્તિના વિચારને સ્વીકારતી નથી. કોંગ્રેસ તુષ્ટિકરણની દલદલમાં એટલી ડૂબી ગઈ છે કે તે દેશ માટે વિચારી પણ શકતી નથી. તેમણે (કોંગ્રેસ) જનરલ વિપિન રાવતનું પણ અપમાન કર્યું હતું. કટોકટીની વિચારધારા ધરાવતી કોંગ્રેસને હવે લોકશાહીમાં વિશ્વાસ નથી. તેથી, હવે તે લોકોને જનાદેશ વિરુદ્ધ ભડકાવવામાં વ્યસ્ત છે.
વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ ભારતને અસ્થિરતા અને અરાજકતા તરફ લઈ જવા માંગે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે તમિલનાડુ પાસે એક કચ્ચાથીવુ ટાપુ છે. તે ટાપુ ભારતનો ભાગ હતો, પરંતુ કોંગ્રેસે તે શ્રીલંકાને આપ્યો. કોંગ્રેસના નેતાઓ દેશના ટુકડા કરવાની વાત કરે છે, બીજા દેશને કચ્ચાથીવુ આપે છે, શું આવી કોંગ્રેસ દેશની રક્ષા કરી શકશે?