PM મોદીને લીજન ઓફ મેરિટ આપવામાં આવ્યું, ભારતના એમ્બેસેડર તરણજિત સિંહ સિંધુએ સ્વીકાર્યું

0
16

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન લીજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા હતા. મોદીને આ સન્માન ભારત-અમેરિકાના રાજકીય સંબંધો વધારવા માટે આપવામાં આવ્યું છે. વડાપ્રધાન તરફથી આ સન્માન અમેરિકામાં ભારતના એમ્બેસેડર તરણજિત સિંહ સિંધુએ સ્વીકાર્યું છે.

ટ્રમ્પ તરફથી આ મેડલ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ’બ્રાયને આપ્યો છે. અમેરિકાના મોટા ભાગના અવોર્ડ કોઈ દેશ અથવા સરકારના પ્રમુખને જ આપવામાં આવે છે. મોદી સાથે આ અવોર્ડ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ આપવામાં આવ્યો છે.

અવોર્ડ આપવાનું આ કારણ…
ભારત માટે અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે મોદીની આગેવાનીમાં તેમનો દેશ ગ્લોબલ પાવર બની રહ્યો છે. એ સાથે જ ભારતના વડાપ્રધાને અમેરિકા સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વધારવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. શિંજો આબેને આ સન્માન તેમના વિસ્તારમાં સુરક્ષા જાળવી રાખવા અને મોરિસનને ગ્લોબલ ચેલેન્જીસ સામે સફળતાથી ઉકેલ લાવવા માટે આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here