Sunday, November 28, 2021
HomeBJP નેતા વસીમ બારીની હત્યા પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, નડ્ડા...
Array

BJP નેતા વસીમ બારીની હત્યા પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, નડ્ડા બોલ્યા – બલિદાન બેકાર નહીં જાય

આતંકવાદીઓએ બીજેપી નેતા વસીમ બારી, તેમના ભાઈ અને પિતાની હત્યા કરી

જમ્મુ-કાશ્મીરના બાંદુપુરા જિલ્લામાં બુધવાર રાત્રે આતંકવાદીઓએ BJP નેતા વસીમ બારી, તેમના પિતા અને ભાઈની ગોળી મારી હત્યા કરી દીધી. આ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ ફોન પર વસીમ બારીની હત્યા અંગે માહિતી લીધી હતી. તેમણે વસીમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં પાર્ટી નેતા વસીમ બારી અને તેમના પરિવારના સભ્યોના મોત પાર્ટી માટે મોટું નુકસાન છે અને કહ્યું કે તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. નડ્ડાએ ટ્વિટ કરીને કહ્યું, ‘અમે શેખ વસીમ બારી, તેમના પિતા અને ભાઈને જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં થયેલા એક કાયતરા ભર્યા હુમલામાં ગુમાવી દીધા . આ પાર્ટી માટે મોટું નુકસાન છે. પરિવારના પ્રત્યે અમારી ઊંડી સંવેદનાઓ છે. સમગ્ર પાર્ટી દુઃખના આ સમયમાં પીડિત પરિવારની સાથે છે. હું આશ્વસ્ત કરું છું કે તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય.’

જણાવી દઈએ, જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં બુધવારે આતંકવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને તેના પરિવારને નિશાન બનાવ્યો હતો. ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓએ ભાજપના નેતાના નિવાસ સ્થાન પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં ભાજપના નેતા શેખ વસીમ, તેના પિતા વસીર અહેમદ અને ભાઈ ઉમર શેખનું મોત નીપજ્યું હતું.

હુમલો કર્યા બાદ આતંકી સ્થળ પરથી ફરાર થઇ ગયા. પોલીસ અને સુરક્ષાબળોએ સ્થળ પર આવીને આખા વિસ્તારને કોર્ડન કરી લીધો. મોટાપાયા પર સર્ચ ઓપરેશન ચાલુ છે. કહેવાય છે કે પોલીસે વસીમની સુરક્ષામાં લાગેલા આઠ પીએસઓની પૂછપરચ્છ માટે ધરપકડ કરી લીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments