કલમ 370 નાબૂદ કરવાનો વિરોધ કરનારને PM મોદીએ આપ્યો સણસણતો જવાબ

0
0

મોદી સરકારના બીજા કાર્યકાળના હજુ 100 દિવસ પણ પૂરા થયા નથી અને સરકારે ટ્રિપલ તલાક, કલમ 370 જેવા મુદ્દા પર મોટી સફળતા પ્રાપ્ત કરી લીધી છે. કલમ 370 હટાવાની માત્ર રાજયકી દ્રષ્ટિએ જ મોટી જીત મનાતી નથી પરંતુ તેને લઇ કૂટનીતિક મોર્ચા પર પણ સરકારના જોરદાર વખાણ થઇ રહ્યા છે.

370 પર બોલ્યા, કોણે કર્યો વિરોધ?
પીએમ મોદીએ કહ્યું કે તમે એવા લોકોની યાદી બનાવો જેને કાશ્મીર પર આ નિર્ણયનો વિરોધ કર્યો. તેમાં કેટલાંક સ્વાર્થી ગ્રૂપ, રાજકીય વંશ, તે લોકો છે જે આતંકવાદીઓના પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને કેટલાંક વિપક્ષના મિત્ર સામેલ છે.દેશના લોકો, ગમે તે રાજકીય વિચારધરા હોય, તેમણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે ઉઠાવેલા આ પગલાનું સમર્થન કર્યું છે. આ સંપૂર્ણપણે રાષ્ટ્રનો વિષય છે, રાજનીતિનો નહીં. દેશના લોકો આ નિર્ણયને મુશ્કેલ માની રહ્યા છે, પરંતુ તેમને પણ આ વાતનો અહેસાસ થયો કે જે અત્યાર સુધી અશકય લાગતું હતું, તેને શકય કરાઇ રહ્યું છે.

ધીમે-ધીમે સામાન્ય થશે સ્થિતિ
પીએમે કહ્યું કે ધીમે-ધીમે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થશે. પીએમને સ્પષ્ટપણે લાગે છે કે તેમની કેટલીક જોગવાઇઓએ દેસને નુકસાન પહોંચાડ્યું હતું. મોદીએ કહ્યું કે તેનાથી માત્ર રાજકીય પરિવારો અને અલગતાવાદીઓને મદદ મળતી હતી. પીએમે કહ્યું કે હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે કેવી રીતે કલમ 370 અને 35એ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ-થલગ કરી દીધું હતું. 7 દાયકાના સમયે લોકોનું કોઇ જ ભલું કર્યું નથી. લોકોને વિકાસની કલમથી અલગ રખાયા. સૌથી મોટું નુકસાન થયું છે કે આર્થિક રીતે જમ્મુ-કાશ્મીક કયારેય વિકાસ કરી શકયું નથી. પીએમે કહ્યું કે તેના પર આપણો દ્રષ્ટિકોણ થોડોક અલગ છે. અત્યાર સુધી ગરીબીનો માર ઝીલી રહેલા લોકોને વધુ આર્થિક તક મળવી જોઇએ. હવે કાશ્મીરમાં વિકાસને એક તક મળવી જોઇએ .

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને આશ્વસ્ત કરવા માંગું છું કે તેમના ક્ષેત્રનો વિકાસ તેમની મરજી, સપના અને મહત્વકાંક્ષાઓ પ્રમાણે થશે. કલમ 370 અને 35એ એક જંજીરની જેમ લોકોને બાંધતા હતા. હવે આ જંજીરો તૂટી ચૂકી છે. લોકોને હવે તેનાથી અલગ કરી દેવાયા છે અને હવે તેઓ ખુદ પોતાના કિસ્મતને આકાર આપી શકે છે – નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

પીએમે કહ્યું કે માર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ભાઇ-બહેન પોતાના માટે શ્રેષ્ઠ ભવિષ્ય ઇચ્છે છે, પરંતુ કલમ 370 આમ કરવા દેતું નહોતું. ત્યાં મહિલાઓ, બાળકો, એસસી અને એસટી સમુદાયના લોકોની વિરૂદ્ધ ખૂબ અન્યાય થતો હતો. હવે ભાજપથી લઇને સ્ટાર્ટઅપ સુધી, ખાદ્ય સંસ્કરણથી લઇને પર્યટન સુધી, કેટલાંય ઉદ્યોગ રોકાણનો લાભ ઉઠાવી શકે છે અને સ્થાનિક યુવાનો માટે તક ઉભી કરી શકે છે. શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં પણ ઉછાળો આવશે.

પીએમે કહ્યું કે જે લોકો કલમ 370 હટાવાનો વિરોધ કરી રહ્યા છે, મારો તેમને સીધો પ્રશ્ન છે કે કલમ 370 અને 35એને બનાવી રાખવાની પાછળનો તેમનો શું તર્ક છે? પીએમે કહ્યું કે તેમની પાસે આ પ્રશ્નનો કોઇ જવાબ હશે નહીં.

પીએમ મોદીએ કહ્યું કે આ કેટલી દુખની વાત છે કે સંવિધાનના 73મા સંશોધન કાશ્મીરમાં લાગૂ થઇ શકતું નથી. આ ત્યાંના લોકોની સાથે અન્યાય છે. પીએમે કહ્યું કે મેં જમ્મુ અને કાશ્મીરના લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે ત્યાં ચૂંટણી થશે, પરંતુ તેમના દ્વારા જ, ત્યાંના લોકોને પસંદ કરાશે. પીએમે કહ્યું કે જે લોકોને અત્યાર સુધી લાગતું હતું કે કાશ્મીર પર રાજ કરવું તેમનો પારિવારિક અધિકાર છે, તેમને આ નિર્ણયથી નારાજગી થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here