ઇ-લોકાર્પણ : PM મોદીએ જામનગર આયુર્વેદિક યુનિ.ને રાષ્ટ્રીય દરજ્જો આપ્યો, કહ્યું…….

0
23

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના રિસર્ચ સેન્ટરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇ-લોકાર્પણ કર્યું હતું તેમજ આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપી ગુજરાતનું નામ રોશન કર્યું છે. રિસર્ચ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દરેક ભારતીય લોકો માટે ગર્વની વાત છે કે WHOના વડાએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે કે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે દુનિયામાં માત્ર ભારતની પસંદગી કરી છે. હવે ભારતમાંથી દુનિયા આ દિશામાં કામ કરશે.

 

જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો,
(જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો.)

બ્રાઝિલની રાષ્ટ્રીય નીતિમાં આયુર્વેદ સામેલ છેઃ મોદી

નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આજે ધનતેરસની બધાને શુભકામના. આયુર્વેદને ધનવંતરીના દેવતા માનવામાં આવે છે. આજે ગુજરાતના જામનગરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે. આયુર્વેદમાં ઉચ્ચ શિક્ષા, રિસર્ચ અને સ્કિલ ડેવલપમેન્ટ સાથે જોડાયેલી આ સંસ્થાને ખૂબ જ ધન્યવાદ આપું છું. મિત્રો, આયુર્વેદ ભારતની એક વિરાસત છે, જેના વિસ્તારમાં પૂરી માનવતાની ભલાય છે. આપણું પારંપરિક જ્ઞાન અન્યા દેશને પણ સમૃદ્ધ કરી રહ્યું છે. આજે બ્રાઝિલની રાષ્ટ્રીય નીતિમાં આયુર્વેદ સામેલ છે.

પારંપરિક જ્ઞાન પુસ્તકો અને શાસ્ત્રોમાં જ રહી ગયું છે

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે જે પ્રકારે ભારતે ફાર્મસીમાં વિકાસ કર્યો છે એ પ્રકારે જ પારંપરિક ચિકિત્સાલયમાં પણ ગ્લોબલ વેલનેશનું સેન્ટર બનશે. આ સેન્ટર દુનિયાભરમાં ટ્રેડિશનલ મેડિસિનક્ષેત્રે બહુ જ મોટો ફાયદો કરાવવામાં સાબિત થશે. આયુર્વેદને દેશની આરોગ્ય નીતિએ મુખ્ય હિસ્સો બનાવ્યો છે. ભારતની પાસે આરોગ્યની સાથે જોડાયેલી કેટલી બધી વિરાસત છે, પરંતુ પારંપરિક જ્ઞાન પુસ્તકો અને શાસ્ત્રોમાં જ રહી ગયું છે. થોડુંક જ્ઞાન દાદી-નાનીના નુસખામાં રહેલું છે. આ જ્ઞાનને આધુનિક સ્તરે વિકસિત કરવું ખૂબ જ આવશ્યક છે.

ઇ-લોકાર્પણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી, રાજ્યપાલ અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં.
(ઇ-લોકાર્પણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી, રાજ્યપાલ અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં.)

આયુષ મંત્રાલય દ્વારા 2016થી ધનતેરસના દિવસે આયુર્વેદ દિવસ ઊજવવામાં આવે છે

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 5મા આયુર્વેદ દિવસને મોટે પાયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊજવવામાં આવી રહ્યો છે. નરેન્દ્રભાઇ મોદી આજના દિવસે 5મા આયુર્વેદ દિવસ પર ભવિષ્ય માટે તૈયાર આયુર્વેદ સંસ્થા રાષ્ટ્રને સમર્પિણ કર્યું છે. આઇટીઆરએ જામનગર અને નેશનલ આયુર્વેદ ઇન્સ્ટિટયૂટમાં શિક્ષણ અને અનુસંધાન સંસ્થા આવેલી છે. આયુષ મંત્રાલય 2016થી દર વર્ષે ધનવંતરીજયંતી (ધનતેરસ)ના અવસર પર આયુર્વેદ દિવસ ઊજવે છે. ધનવંતરીજયંતીના દિવસે 2016થી દર વર્ષે આયુર્વેદ દિવસ ઊજવવામાં આવે છે. આયુર્વેદ દિવસ એક ઉત્સવ અથવા ઉજવણી કરતા વ્યવસાય તથા સમાજને ફરીથી સમર્પિત થવાનો પ્રસંગ છે.

આયુર્વેદના ત્રણ વિભાગનું એકીકરણ કરીને એક કરવામાં આવ્યું

આ સન્માન સાથે આયુષ વિભાગની કામગીરીનો લોકોમાં ખૂબ પ્રસાર જોવા મળ્યો છે. લોકો અલ્ટરનેટિવ મેડિસિન તરીકે ફરી આયુર્વેદ તરફ વળી રહ્યા છે ત્યારે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ દ્વારા આયુર્વેદમાં સંશોધનની તકો વધશે. આયુર્વેદના ત્રણ વિભાગનું એકીકરણ કરીને એક કરવામાં આવ્યું છે, ત્યારે એને રાષ્ટ્રીય દરજજો મળતાં જામનગર પણ વિશ્વકક્ષાએ ઝળકી ઊઠ્યું છે. ઈ-લોકાર્પણના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here