PM નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ આજે બ્રુનેઈથી હવે સિંગાપોર પહોંચ્યા છે. સિંગાપોરમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ભારતીય સમુદાયો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદીનું આગમન થતા જ મોદી મોદીના નારા ગૂંજવા લાગ્યા હતા. પીએમ મોદીનું આગમન થતા પરંપરાગત વાદ્યો વગાડવામાં આવ્યા.
પીએમ મોદી સાથે શેકહેન્ડ કરવા માટે લોકો ઉત્સાહિત જણાયા. કોઇ સેલ્ફી લેતુ જોવા મળ્યુ જ્યારે એક મહિલાતો પીએમ ને રાખડી બાંધતા જોવા મળી હતી. પીએમ મોદી આવા ઉમળકાભેર સ્વાગતથી ગદગદિત થઇ ગયા અને તે પોતે પણ ઢોલ વગાડતા જોવા મળ્યા.
સિંગાપોરની એક હોટલમાં ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હાજર નાગરિકો પીએમ મોદીને ભગવા રંગનો ખેસ પહેરાવતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે પીએમ મોદી આ મુલાકાત દરમિયાન સિંગાપોરના પીએમ લોરેન્સ વોંગ અને રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમને મળશે અને સિંગાપોરના નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેઓ સિંગાપોરના બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે.