PM મોદીના હસ્તે નનામિ ગંગે મિશન હેઠળ ઉત્તરાખંડમાં 6 મેગા પ્રોજેક્ટનું ઉદ્ધાટન

0
8

ઉત્તરાખંડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સની મદદથી આજે નમામિ ગંગે પરિયોજના હેઠળ છ મેગા પરિયોજનાનું ઉદઘાટન કર્યું હતુ. આ કાર્યક્રમમાં કેન્દ્રિય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પણ ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ પ્રતિદીન 6.8 કરોડ લીટરની ક્ષમતા ધરાવતા નવા એસટીપી અર્થાત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણ, હરિદ્વારના જગજીતપુરમાં 2.7 કરોડ એમએલડીની ક્ષમતા ધરાવતા એસટીપી તેમજ હરિદ્વારમાં જ સરાઇ ખાતે 2.7 કરોડ લીટર ક્ષમતા ધરાવતા એસટીપીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત જગજીતપુર ખાતેના પ્રતિદિન 6.8 કરોડ લીટરની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ, તેમજ ઋષિકેશમાં લક્કડઘાટમાં ઉભા થયેલા 2.6 કરોડ લીટર ક્ષમતા ધરાવતા એસટીપી પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું હતુ.

ચોરપાનીમાં પાંચ એમએલડી અને બદ્રીનનાથમાં 0.01 એમએલડીની ક્ષમતા ધરાવતા બે એસટીપીનું પણ પ્રધાનમંત્રી મોદીએ ઉદઘાટન કર્યું હતુ. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ગંગા નદીના કાયાકલ્પને પ્રદર્શિત કરી રહેલા ગંગા અવલોકન સંગ્રહાલયનું ઉદઘાટન કર્યુ હતુ. આ સંગ્રહાલય હરિદ્વારના ચંડીઘાટ ખાતે આવેલું છે. પ્રધાનમંત્રી મોદી તે સાથે જ રોવિંગ ડાઉન ધ ગેન્જીઝ પુસ્તકનું વિમોચન પણ કર્યું હતુ.

પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે આ પ્રોજેક્ટ સાકાર થતા નમામી ગંગે અને ગંગા શુદ્ધિ કરણ પ્રોજેક્ટને બળ મળશે. ગંગાજળ વધુ નિર્મળ બનશે.પ્રધાનમત્રીએ શ્રમિકો અને ખેડૂતોના હિતમાં થયેલા સુધારા તેમને સશ્ક્ત બનાવશે તેમ જણાવીને કટાક્ષ કર્યો હતો કે કેટલાક લોકો માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કરતા હોય છે. વિરોધ કરનારા ખુલ્લા બજારમાં ઉપજ વેચવાની ખેડૂતોની આઝાદિનો વિરોધ કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here