Monday, October 18, 2021
Homeઆત્મનિર્ભર UP : PM મોદીએ રોજગાર અભિયાનનો પ્રારંભ કરી કહ્યું, ખબર નહીં...
Array

આત્મનિર્ભર UP : PM મોદીએ રોજગાર અભિયાનનો પ્રારંભ કરી કહ્યું, ખબર નહીં કોરોનાથી ક્યારે છૂટકારો મળશે, બસ સોશિયલ ડિસટન્સીંગનું ધ્યાન રાખો

લખનઉ. વડાપ્રધાન મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન’ની શરૂઆત કરી હતી. આ અવસરે તેમણે કહ્યું કે, હાલ આપણે આપણા જીવન વિશે વિચારીએ તો આપણે ઘણા ઉતાર ચઢાણ જોયા છે. આપણા ગામ અને શહેરોમાં ઘણા પ્રકારની મુશ્કેલી આવતી રહે છે. ગઈકાલે ઉત્તરપ્રદેશ અને બિહારમાં વીજળી પડી. ઘણા લોકોના મોત થયા.

તેમણે કહ્યું કે, આ રીતે કોઈએ નહોતું વિચાર્યું કે, આખી દુનિયા પર એક જ જેવું કોરોના સંકટ આવી જશે. હવે ખબર નથી કે આમાથી ક્યારે છૂટકારો મળશે, પરંતુ એક દવા છે જેનાથી આપણને છૂટકારો મળી શકે છે. આ દવા છે સોશિયલ ડિસટન્સીંગ, માસ્ક પહેરવું. જ્યાં સુધી કોરોનાની દવા નહીં બની જાય આપણે આજ રીતે બચાવ કરવો પડશે.

ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, ઈટલી અને સ્પેનમાં લાખો લોકોના મોત થયા, ઉત્તરપ્રદેશમાં માત્ર 600 લોકોના મોત

  • વડાપ્રધાને કહ્યું કે, રાજ્ય સરકારે કોરોના સામે લડવા માટે ઘણી સારી કામગીરી કરી છે. આંકડાઓની તુલનાથી ખબર પડે છે. આપણે યૂરોપના ચાર મોટા દેશ ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, ઈટલી અને સ્પેન 200થી 250 વર્ષ પહેલા દુનિયામાં સુપર પાવર હતા. આજે પણ તેમનો દબદબો છે. તેમની વસ્તી 24 કરોડ છે. આપણી તો માત્ર UPની જનસંખ્યા 24 કરોડ છે. કોરોનાથી આ ચાર દેશમાં 1 લાખ 30 હજાર લોકોના મોત થયા છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં માત્ર 600 લોકોના મોત થયા છે.
  • ‘ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, ઈટલી અને સ્પેનની સરકારે કોરોના સાથે લડવાના તમામ પ્રયાસ કર્યા. પરંતુ તેમને એવી સફળતા ન મળી જેવી ઉત્તરપ્રદેશને મળી. UPમાં પહેલા જે સરકાર હતી એ સ્થિતિમાં આપણે આવા પરિણામોની કલ્પના પણ ન કરી શકીએ. પહેલા વાળી સરકાર હોત તો હોસ્પિટલનું બહાનું બનાવીને, હોસ્પિટલમાં બેડનું બહાનું બનાવીને આ સંકટને ટાળી દેત. યોગીજીએ સ્થિતિને સમજી અને તેને ધ્યાનમાં રાખીને યુદ્ધની જેમ કામ કર્યું, ક્વૉરન્ટીન સેન્ટર અને આઈસોલેશનની સુવિધા તૈયાર કરવા માટે પુરે પુરી તાકાત લગાવી દીધી, યોગીજી તેમના પિતાનું નિધન થયું હોવા છતા લોકોની સેવામાં લાગ્યા રહ્યાં. હું યોગીજીને નમન કરું છું’

ખેડૂતે મોદીને કહ્યું- તમે આખી જિંદગી પીએમ રહેજો 

આ કાર્યક્રમ દરમિયાન 6 જનપદોના લોકો સાથે વાત કરી. આ દરમિયાન તેમને પહેલા ગોંડાની વિનીતા અને બહરાઈચથી તિલકરામ સાથે વાત કરી હતી. વડાપ્રધાને તિલકરામને કહ્યું કે, તમને વડાપ્રધાન આવાસ યોજનાથી મકાન મળ્યું છે, પરંતુ મને શું આપશો. જવાબમાં તિલકરામે કહ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે આખું જીવન પીએમ રહો. ત્યારપછી વડાપ્રધાને કહ્યું તમે મારા માટે કામ કરશો. તમારા બાળકોને સારો અભ્યાસ કરાવશો અને તેની માહિતી મને આપતા રહેશો.

આ પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, કોરોના સંકટમાં વડાપ્રધાન મોદીએ મજૂરો અને શ્રમિકોની જે યોજના આગળ વધારવા માટે માર્ગદર્શન આપ્યું હતું, હવે રોજગારીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અમે રાજ્યમાં અત્યાર સુધી 30 લાખ પ્રવાસી મજૂરોનું સ્કીલ મેપિંગ કર્યું છે. તેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સામેલ કરવામાં નથી આવ્યા. તેનાથી આ મજૂરોને કામ આપવામાં સરળતા રહેશે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, બીજા રાજ્યોમાં ઘરે પરત આવેલા 38 લાખ પ્રવાસી શ્રમિક અને કામદારની સાથે સાથે સ્થાનિક લોકોને પણ તેનો ફાયદો મળશે અને આ સંખ્યા એક કરોડથી વધારે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments