Thursday, February 22, 2024
Homeટોપ ન્યૂઝજાપાનના વડાપ્રધાન સાથે PM મોદીએ કરી મુલાકાત

જાપાનના વડાપ્રધાન સાથે PM મોદીએ કરી મુલાકાત

- Advertisement -

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના આજે સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આમાં હાજરી આપવા માટે ભારતીય વડાપ્રધાન મોદી ગઈકાલે રાત્રે એટલે કે 26 સપ્ટેમ્બરે જાપાન પહોંચ્યા હતા. અંતિમ સંસ્કારમાં ભાગ લેતા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે મંગળવારે ટોક્યો પહોંચ્યા હતા. મંગળવારે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં મોદી ઉપરાંત વિશ્વના ઘણા નેતાઓ ભાગ લેશે.

આબેના અંતિમ સંસ્કારમાં 20 થી વધુ રાજ્યો અને સરકારોના વડાઓ સહિત 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. મહત્વનું છે કે, પ્લેન લેન્ડ થતાની સાથે પોતાની કેટલીક તસવીરો શેર કરતા મોદીએ લખ્યું, “ટોક્યો પહોંચી ગયો છું.” તેમણે જાપાનીઝમાં પણ આ જ ટ્વિટ કર્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોક્યો પહોંચી ગયા છે. તેઓ આજે શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. તેઓ જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે અને ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરશે.

 

આ પહેલા સોમવારે મોદીએ ટ્વિટ કર્યું હતું કે, “હું (જાપાનના) પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આજે રાત્રે ટોક્યો જઈ રહ્યો છું.”  તેમણે આબેને પ્રિય મિત્ર અને ભારત-જાપાની મિત્રતાના મહાન સમર્થક ગણાવ્યા. મોદીએ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન કિશિદા અને આબેની પત્ની અકીને મળીને તમામ ભારતીયો વતી શોક વ્યક્ત કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular