કેશુભાઈનું 92 વર્ષે નિધન : PM મોદીએ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી, પાર્થિવદેહ ગાંધીનગર જવા રવાના, સાંજે 5 વાગે રાજકીય સન્માન સાથે અંતિમવિધિ.

0
73

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ છેલ્લા બે દિવસથી તેમની તબિયત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું, પરંતુ આજે એકાએક તબિયત વધુ લથડતાં તેમનું નિધન થયું હતું. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયા બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલીફ ઊભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આજે સાંજે પાંચ કલાકે ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ કરાશે. કેબિનેટ બેઠકમાં શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અંતિમ સંસ્કાર કરાશે.

સ્ટ્રલિંગ હોસ્પિટલના ડોક્ટર અક્ષયે જણાવ્યું હતું કે કેશુભાઈ પટેલનું નિધન 11:55 કલાકે થયું છે. તેમને ડાયાબિટીસ, હાઈ બીપી જેવી સમસ્યાઓ હતી. સવારે તેમને હોસ્પિટલે લવાયા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાપાની 30 મિનિટ સુધી સારવાર ચાલી, પરંતુ તેઓ રિકવર ન થઈ શક્યા.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કેશુભાઈને શ્રદ્ધાંજલિ અર્પી

સ્વ કેશુભાઈ પટેલના નિધનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર ટૂંકાવી સીધા જ ગાંધીનગર રવાના થયા હતા, જેઓ ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસસ્થાને જઈ શ્રદ્ધાંજલી પાઠવશે.સંપૂર્ણ રાજકીય સન્માન સાથે બાપાના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી

કેશુભાઈ પટેલને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
(કેશુભાઈ પટેલને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.)

 

ભાજપના વરિષ્ઠ આગેવાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય કેશુભાઈ પટેલના નિધનનો શોક વ્યક્ત કરતાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત આજની તમામ જાહેરસભાઓ તેમજ પ્રચારકાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

કેશુભાઈના નિધન બાદ તેમના પુત્ર ભરત પટેલે જણાવ્યું હતું કે કોરોના પછી તેમનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. સવારે ઓક્સિજન લેવામાં તકલીફ પડી અને હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારીની ચૂંટણીસભામાં જ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સિવાય દેશભરના નેતાઓ હાલ ટ્વીટ કરીને કેશુભાઈને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પી

થોડા સમય પહેલાં કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે વાત કરી અને સારવારમાં કોઈ કચાસ નહીં રહે એવી ખાતરી આપી હતી.

​​​​​​​મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપ સુધી વટ વૃક્ષ ઊભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા.

સ્વ. કેશુભાઈ પટેલની ઘરની બહાર સુમસામ માહોલ.
(સ્વ. કેશુભાઈ પટેલની ઘરની બહાર સુમસામ માહોલ.)

 

કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. એટલું જ નહિ, ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોકસેવા કાર્યોથી ભાજપને અપ્રતિમ લોકચાહના અપાવી છે, એમ મુખ્યમંત્રીએ સદગત કેશુભાઈના પ્રદાનની સરાહના કરતાં જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે કેશુભાઈના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે. વિજયભાઈ રૂપાણીએ સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here