પીએમ મોદીએ અંદમાન નિકોબારને આપી ફાસ્ટર ઈન્ટરનેટની ભેટ

0
6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચેન્નઈ અને પોર્ટ બ્લેરને જોડતી સબમરીન ઑપ્ટિકલ ફાઈબર કેબલનુ આજે ઉદઘાટન કર્યુ. આ પ્રોજેક્ટનુ ઉદઘાટન કરતી વખતે પીએમે કહ્યુ કે હવે અંદમાન નિકોબારના લોકો પણ મોબાઈલ કનેક્ટિવિટી અને ઝડપી ઈન્ટરનેટની એ જ સસ્તી અને સારી સુવિધાઓ મળી શકશે જેના માટે દુનિયામાં ભારત અગ્રણી છે. આનુ ઉદઘાટન કરતા પીએમે કહ્યુ કે નેતાજીને નમન કરીને દોઢ વર્ષ પહેલા આ પરિયોજનાના શુભારંભનો મોકો મળ્યો. ચેન્નઈથી પોર્ટ બ્લેર અને અંદમાન નિકોબાર વચ્ચે આ સુવિધા શરૂ થઈ ચૂકી છે.

વળી, પીએમ મોદીએ કહ્યુ કે હું અંદમાનના લોકોને આ કનેક્ટિવિટી માટે ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવુ છુ. સ્વતંત્રતા દિવસ પહેલા આ એક સ્નેહભરી ભેટ છે. સમુદ્રની અંદર લગભગ 2300 કિલોમીટર સુધી કેબલ પાથરવાનુ આ કામ સમયખી પહેલા પૂરુ કરવુ એ પોતાનામાં ખૂબ પ્રશંસનીય છે. ઉંડા સમુદ્રમાં સર્વે કરવો, કેબની કનેક્ટિવિટી જાળવવી, વિશેષ જહાજો દ્વારા કેબલ પાથરવા સરળ નથી. ઉપર ઉંચી-ઉંચી લહેરો, તોફાન, મોનસુની અડચણ. જેટલો મોટો આ પ્રોજેક્ટ હતો એટલા જ વિરાટ આ પડકારો હતા. આ જ કારણ છે કે વર્ષોથી આની જરૂરિયાત બાદ પણ આના પર કામ ન થઈ શક્યુ.

તમને જણાવી દઈએ કે જે ઑપ્ટિકલ ફાઈબર કેબલનુ આજે પીએમ મોદીએ ઉદઘાટન કર્યુ છે તેનો શિલાન્યાસ પીએમ મોદીએ વર્ષ 2018માં કર્યો હતો. આ લગભગ 2300 કિલોમીટર લાંબુ નેટવર્ક છે જેને ચેન્નઈ અને પોર્ટ બ્લેર વચ્ચે પાથરવામાં આવ્યુ છે. આના દ્વારા મોબાઈલ અને લેન્ડલાઈન ટેલીકૉમ સર્વિસ ઘણી ઝડપી થઈ જશે. આ સાથે જ સ્થાનિક અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો આવશે. આ ઓએફસી સ્વરાજ દ્વીપ, લિટલ અંદમાન, કાર નિકોબાર, કામરોતા, ગ્રેટ નિકોબાર, લૉંગ આઈલેન્ડ, રંગતમાં પણ જશે જેનાથી અહીંના લોકોને ઝડપી ઈન્ટરનેટની સુવિધા મળશે.