પીએમ મોદી આજે ઉત્તરાખંડ અને રાજસ્થાનના પ્રવાસે છે. ત્યારે તેઓ સૌ પ્રથમ ઉત્તરાખંડ પહોંચ્યા હતા. અહીં રુદ્રપુરમાં જનસભા સંબોધી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યુ કે દેવભૂમિ ઉત્તરાખંડ માટે ભાજપનો પ્રેમ અને લાગણી જાણીતી છે. આપણે ઉત્તરાખંડનો વિકાસ કરીને તેને આગળ લઈ જવાનું છે. આ માટે કેન્દ્રમાં ભાજપની સરકાર છે. સરકાર કોઈ કસર છોડી રહી નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે મોદીએ ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાની ખાતરી આપી છે. ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિનો અર્થ એ છે કે લોકોની આવક, નોકરીની તકો વધશે અને ગામડાઓ અને શહેરોમાં સુવિધાઓ વધશે.પીએમ મોદીએ ઉત્તરાખંડમાં થયેલા વિકાસના કાર્યો તથા મોદીની ગેરંટી અંગે વાત કરતા વિપક્ષ પર કટાક્ષ કર્યો કે “નિયત સહી તો નતીજે ભી સહી. તેમણે કહ્યું કે જ્યારે ઇરાદો સારો હોય ત્યારે પરિણામ પણ સારા જ મળે છે.
PM મોદીએ સંબોધન દરમિયાન વધુમાં જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં જે કંઈ પણ થયું છે તે માત્ર ટ્રેલર છે, હજુ ઘણી લાંબો સફર કાપવાનો છે. તેમણે કહ્યું કે મોદીનો જન્મ મોજ-મસ્તી કરવા માટે નહીં, પણ મહેનત કરવા માટે થયો છે. 10 વર્ષમાં જે વિકાસ થયો છે તે માત્ર ટ્રેલર છે. અત્યારે આપણે દેશને ખૂબ આગળ લઈ જવાનો છે.