પ્રણવ’દાને અંતિમ વિદાય : PM મોદી, રાજનાથ, CDS રાવત અને ત્રણેય સેના પ્રમુખે પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી, કોરોના પ્રોટોકોલ સાથે આજે થશે અંતિમ સંસ્કાર

0
0

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું સોમવારે હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 2 વાગે નવી દિલ્હીના લોધી રોડ પર આવેલા સ્મશાન ઘાટ પર કરવામાં આવશે. પ્રણવ’દાનો પાર્થિવ દેહ આર્મી હોસ્પિટલથી તેમના 10 રાજાજી માર્ગ પર આવેલા ઘરે લાવવામાં આવ્યો છે. અહીં વડાપ્રધાન મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, CDS બિપિન રાવત અને ત્રણેય સેના પ્રમુખે પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી છે. મુખરજીના કોરોના પ્રોટોકોલ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પ્રણવ’દાને 10 ઓગસ્ટે દિલ્હીમાં આવેલી આર્મી રિસર્ચ એન્ડ રેફરલ (R&R) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે બ્રેનમાંથી ક્લોટિંગ હટાવવા માટે તેમની ઈમરજન્સી સર્જરી પણ કરવામાં આવી હતી. ત્યારપછીથી તેમની સ્થિતિ ગંભીર હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પ્રણવ મુખરજીએ પોતે જ 10 તારીખે કોરોના પોઝિટિવ હોવાની વાત જાહેર કરી હતી. પ્રણવ’દાના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

પ્રણવ મુખરજીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો છે. મોદીએ લખ્યું છે- ભારત રત્ન શ્રી પ્રણવ મુખરજીના નિધન પર ભારત શોક વ્યક્ત કરે છે. તેમણે આપણા દેશના વિકાસ માટે એક અમિટ છાપ છોડી છે. તેઓ ખૂબ સ્કોલપ હતા. સમાજના દરેક વર્ગે તેમને પસંદ કર્યા છે. હું 2014માં દિલ્હી પહોંચ્યો. પહેલાં જ દિવસથી મને પ્રણવ મુખરજીએ માર્ગદર્શન આપ્યું છે. હંમેશા તેમનું સમર્થન અને આશિર્વાદ મળ્યા છે. હુ હંમેશા તેમની સામે મારી વાત રજૂ કરતો હતો. તેમના પરિવાર, મિત્રો, પ્રશંસકો અને સમગ્ર ભારતમાં તેમના સમર્થકો પ્રતિ મારી સંવેદના વ્યક્ત કરુ છું. ઓમ શાંતિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here