PM મોદીએ કહ્યું- ખેડૂતોને 22 જાન્યુઆરીના રોજ જે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો તે હજુ પણ યથાવત જ છે

0
6

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે યોજાયેલી સર્વપક્ષિય બેઠકમાં કહ્યું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે હંમેશા તૈયાર છે. ખેડૂતોને 22 જાન્યુઆરીના રોજ જે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો તે હજુ પણ યથાવત જ છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ વાતચીત મારફતે મેળવી શકાય છે.

22 જાન્યુઆરીના રોજ સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે 12મી બેઠક યોજાઈ હતી. તેમા સરકારે કહ્યું હતું કે નવા કાયદામાં કોઈ ઉણપ નથી. તમે (ખેડૂત નેતા) જો કોઈ નિર્ણય પર પહોંચો છો તો અમને કહો. અમે ફરી વખત ચર્ચા કરશું.

ખેડૂતોનો મુદ્દો ઉકેલવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે PM મોદીએ કહ્યું કે મે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર તરફથી કહેવામાં આવેલી વાતોને ફરી વખત કહેવા માંગુ છું. તેમણે કહ્યું હતું કે અમે સહમતિ (નવા કૃષિ કાયદા અંગે) સુધી પહોંચ્યા નથી, પણ અમે તમને પ્રસ્તાવ આપી રહ્યા છીએ. હું તમારાથી ફક્ત એક ફોન કોલના અંતરે છું. તમે ફોન કરશો તો હું વાતચીત કરવા તૈયાર છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર ખેડૂતોના મુદ્દાને ઉકેલવા માટે સતત પ્રયત્ન કરી રહી છે.

કેન્દ્ર સરકારે શનિવારે તમામ પક્ષો સામે બજેટસત્રનો પોતાનો એજન્ડા રાખ્યો છે. એના માટે સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવી હતી. મીટિંગની અધ્યક્ષતા કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે ખેડૂતો માટે સરકારનો પ્રસ્તાવ હાલ પણ છે. કોઈપણ સમાધાન વાતચીત દ્વારા આવવું જોઈએ. બેઠકમાં સરકારે તમામ પક્ષો સમક્ષ બજેટ સત્રનો તેમનો એજન્ડા રજૂ કર્યો હતો. આ બેઠક વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાઈ હતી. આ અગાઉ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે ખેડૂતોને કહેવામાં આવેલી વાતોને ફરીથી કહેવા માગું છું. તેમણે કહ્યું હતું કે અમે સહમતી(નવા કૃષિ કાયદા અંગે)સુધી નથી પહોંચ્યા, પરંતુ અમે તમને પ્રસ્તાવ આપી રહ્યા છીએ. તેમણે એવું પણ કહ્યું હતું કે તે તેમના માટે ફોન પર પણ હાજર રહેશે. સરકાર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના મુદ્દાનું સમાધાન લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

આમ તો સર્વપક્ષીય બેઠક બજેટસત્ર શરૂ થતાં પહેલાં બોલાવવામાં આવે છે, પણ આ વખતે સેશન શરૂ થયા પછી રાખવામાં આવી છે. બજેટસત્રની શરૂઆત શુક્રવારે થઈ ગઈ હતી.

વિપક્ષ ખેડૂતોના મુદ્દા અંગે ચર્ચા કરવા માગે છે

બેઠકમાં વિપક્ષ ખેડૂત આંદોલનના મુદ્દા અંગે સંસદમાં ચર્ચાની માગ કરી શકે છે. આ પહેલાં શુક્રવારે લોકસભા સ્પીકર તરફથી બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં પણ વિપક્ષે આ માગ ઉઠાવી હતી. જોકે સરકારે કહ્યું હતું કે મુદ્દો લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ(મોશન ઓફ થેક્સ)અંગે ચર્ચા વખતે ઉઠાવી શકાય છે, જેના માટે 2,3 અને 4 ફેબ્રુઆરીએ 10 કલાકનો સમય રાખવામાં આવ્યો છે.

બજેટસત્ર પહેલાં રાષ્ટ્રપતિએ કહ્યું-તિરંગાનું અપમાન દુર્ભાગ્યપૂર્ણ

સંસદનું બજેટસત્ર શુક્રવારે શરૂ થઈ ગયું છે. આ પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું બજેટ અભિભાષણ થયું. તેમણે 26 જાન્યુઆરી લાલકિલ્લા પર થયેલા તિરંગાના અપમાનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે બંધારણ તમામને અભિવ્યક્તિની આઝાદી આપે છે, અભિવ્યક્તિનું સન્માન કરે છે. તો એ જ બંધારણ તમામને કાયદાનું પાલન કરવા માટે પણ કહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here