Tuesday, December 7, 2021
HomePM મોદીએ સ્વતંત્રતા દિવસે અમેરિકાને પાઠવી શુભેચ્છા, ટ્રમ્પે કહ્યું – Thank You...
Array

PM મોદીએ સ્વતંત્રતા દિવસે અમેરિકાને પાઠવી શુભેચ્છા, ટ્રમ્પે કહ્યું – Thank You My Friend

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ધન્યવાદ મારા દોસ્ત, અમેરિકા ભારતને પ્રેમ કરે છે’

 

 

PM મોદીએ અમેરિકાના 244મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે હું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ત્યાંના લોકોને અમેરિકાના 244મા સ્વતંત્રતા દિવસે શુભકામનાઓ પાઠવું છું. PM મોદીના શુભેચ્છા સંદેશનો જવાબ આતાં ટ્રમ્પે તેમનો આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદીના ટ્વિટને ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વિટ કર્યું, ‘ધન્યવાદ મારા દોસ્ત, અમેરિકા ભારતને પ્રેમ કરે છે.’

મોદીની આ શુભેચ્છા સંદેશ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જવાબમાં કહ્યું શુક્રિયા મેરે દોસ્ત. અમેરિકા ભારતને પ્રેમ કરે છે. તેના પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતીય મૂળના અમેરિકાના લોકોથી મળેલા સમર્થન પર આભાર વ્યક્ત કર્યો હતો.એક સર્વેના આધારે અમેરિકાના રાષ્ટ્રપતિની નવેમ્બરમાં થનારી ચૂટણીમાં અમેરિકામાં રહેતા 50 ટકાથી વધારે ભારતીયોએ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ 3 નવેમ્બરે અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીની માંગ કરી રહ્યા છે.

જણાવી દઈએ અમેરિકા દર વર્ષે 4 જુલાઈએ પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. 4 જુલાઈ 1773ના રોજ સંયુક્ત રાજ્ય અમેરિકાની સ્વતંત્રતાની જાહેરાત થઈ હતી. આ ઉપલક્ષ્યમાં આ દિવસે ઘણા શહેરોમાં પરેડ, ઉજવણી કરવામાં આવે છે.

જોકે, આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે અમેરિકામાં આ દિવસ ફીકો જવાનો છે. અમેરિકાએ જુલાઈના આ વીક એન્ડમાં અનેક પરેડો અને આતશબાજીના કાર્યક્રમોને રદ કરી દીધા છે અને તેની સાથે જ દરીયાકાંઠે બીચ અને બાર પણ બંધ કરી દીધા છે જેથી લોકો ઘરની બહાર ન જાય.

ચીનની વિરુદ્ધ ભારતનું સમર્થન

બંને નેતાઓના આ સંવાદથી દગાબાજ ચીનની બેચેની વધી શકે છે. ભારતની વિરુદ્ધ ચીનના વિસ્તારવાદી નીતિઓની અમેરિકી સીનેટર કડક શબ્દોમાં આલોચના કરી રહ્યા છે. અમેરિકાના એક સીનેટરે કહ્યું કે ચીન ક્યારેય પણ આંતરરાષ્ટ્રિય સમજોતામાં વિશ્વાસ કરતું નથી. રિપબ્લિકન સીનેટર રિક સ્કોટે પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે અમેરિકા, ચીનની વિરુદ્ધ ભારતનું સમર્થન કરે છે. તેઓએ કહ્યું કે ચીનને લાગે છે કે તે શક્તિશાળી થઈ શકે છે જ્યારે અમેરિકા અને ભારત નબળા પડશે.

PM મોદીની આ શુભેચ્છા સંદેશ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જવાબમાં કહ્યું શુક્રિયા મેરે દોસ્ત. અમેરિકા ભારતને પ્રેમ કરે છે. તેના પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતીય મૂળના અમેરિકાના લોકોથી મળેલા સમર્થન પર આભાર વ્યક્ત કર્યો હતો.

એક સર્વેના આધારે અમેરિકાના રાષ્ટ્રપતિની નવેમ્બરમાં થનારી ચૂટણીમાં અમેરિકામાં રહેતા 50 ટકાથી વધારે ભારતીયોએ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ 3 નવેમ્બરે અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીની માંગ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments