Wednesday, September 22, 2021
Homeપીએમ મોદીએ દેશમાં કોરોનાના સામેની લડાઈમાં હનુમાનજીના આશીર્વાદ માંગ્યા
Array

પીએમ મોદીએ દેશમાં કોરોનાના સામેની લડાઈમાં હનુમાનજીના આશીર્વાદ માંગ્યા

પીએમ મોદીએ દેશના લોકોને આજે હનુમાન જયંતિની શુભકામનાઓ પાઠવી છે. કોરોનાના કારણે દેશના ઘણા ખરા મંદિરોમાં આજે ભાવિકોનો જમાવડો જોવા મળી રહ્યો નથી ત્યારે પીએમ મોદીએ આ નિમિત્તે કહ્યુ છે કે, દેશમાં કોરોના સામેની લડાઈમાં હનુમાનજીના આશીર્વાદ માંગ્યા છે.

તેમણે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, હનુમાન જયંતિનુ આજનુ પાવન પર્વ તેમની કરુણા અને સમર્પણ ભાવને યાદ કરવાનુ પર્વ છે. મારી કામના છે કે, કોરોના વાયરસ મહામારી સામે જે લડાઈ ચાલી રહી છે તેમાં તેમનો આશીર્વાદ પ્રાપ્ત થાય અને તેમના જીવનમાંથી આપણને પ્રેરણા મળતી રહે.

દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની ચુક્યુ છે. હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસ વધીને 28 લાખ પર પહોંચી ચુકયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં નવા 3.52 લાખ કેસ સામે આવ્યા છે.

આવા સમયે દેશમાં હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશના લગભગ તમામ મોટા હનુમાનજી મંદિરો ભાવિકો વગર સૂના પડ્યા છે. કોરોનાના કારણે  શ્રધ્ધાળુઓની એન્ટ્રી પર મોટાભાગના મંદિરોમાં પ્રતિબંધ મુકાયેલો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments