વડાપ્રધાન મોદીએ લીધો વેક્સિનનો બીજો ડોઝ : પંજાબ અને પુડુચેરીની નર્સોએ લગાડ્યો બીજો ડોઝ

0
5

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. ગુરુવારે સવારે, તેમણે એમ્સ નવી દિલ્હીમાં કોવેક્સિનનો બીજો ડોઝ મુકાવ્યો હતો. પહેલો ડોઝ તેમણે 1 માર્ચે લીધો હતો. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા તેમણે અન્ય લોકોને પણ વેક્સિન લેવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું, ‘વેક્સિનેશન એ કેટલીક રીતોમાંની એક છે જેના દ્વારા કોરોનાને પરાજિત કરી શકાય છે. તેથી જો તમારે વેક્સિન લેવા લાયક છો, તો તરત જ વેક્સિન મુકાવો.’વડાપ્રધાન મોદીએ પ્રથમ ડોઝ લગાવ્યાના 37 દિવસ બાદ આજે કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here