5 ઓગષ્ટે ભૂમિ પૂજન બાદ પીએમ મોદી ચાંદીની ઈંટથી રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરશે

0
3

રામ મંદિરના ભૂમિપૂજનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દેશમાં હલચલ વધી રહી છે. દેશભરમાં રામ મંદિર નિર્માણમાં સહયોગ કરવાની ગતિવિધિઓ પણ ઝડપી બની ગઈ છે. ભૂમિપૂજન માટે પવત્ર નદીઓનું જળ અને તીર્થ સ્થળોની પવિત્ર માટી મંગાવવાનું પણ શરૂ કરી દેવાયુ છે. 5 ઓગષ્ટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભૂમિ પૂજન કરી મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરશે.

રામ મંદિર નિર્માણના પાયામાં 200 ફૂટ ઉંડે જમીનમાં ટાઈમ કેપ્સૂલ ઉતારવાની વાતને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ફગાવી દીધી છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે સ્પષ્ટ કર્યું છે કે, રામ મંદિર નિર્માણ સ્થળ પર જમીનની નીચે ટાઈમ કેપ્સૂલ મુકવાના અહેવાલો ખોટા છે. આ પ્રકારની અફવા પર વિશ્વાસ ના કરવામાં આવે.

ભગવાન શ્રી રામ, તેમના ભાઈ-લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન 5 ઓગષ્ટે રામ મંદિરના ભૂમિપૂજનના પ્રસંગે રત્નજડિત પોશાક પહેરશે. રામદલ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ પંડિત કલ્કી રામે ભગવાનની મૂર્તિઓ પર આ પોશાક પહેરાવવામાં આવશે. આ પોશાકો પર નવ પ્રકારના રત્નો જડવામાં આવશે. ભગવાન માટે વસ્ત્ર સિવવાનું કામ કરનારા ભગવાન પ્રસાદે કહ્યું હતું કે. ભગવાન રામ લીલા રંગના વાઘા પહેરશે. ભૂમિપૂજન બુધવારે થવાનું છે અને આ દિવસનો રંગ લીલો હોય છે.

ઉત્તરાખંડના બદ્રીનાથથી માટી અને અલકનંદા નદીનું જળ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે મોકલી આપવામાં આવ્યું છે. અહીંથી વિશ્વ હિંદુ પરિષદનું એક પ્રતિનિધિમંડળ માટી અને જળ લઈને અયોધ્યા માટે સોમવારે રવાના થયુ હતું.5 ઓગષ્ટે ભૂમિ પૂજન બાદ પીએમ મોદી ચાંદીની ઈંટથી રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરશે. આ ચાંદીની ઈંટ અયોધ્યા પહોંચી પણ ગઈ છે. આ શુદ્ધ ચાંદીની 22.6 કિલોગ્રામની ઈંટ હશે. ચાંદીના આજના ભાવના હિસાબે જોવામાં આવે તો આ ઈંટની કિંમત 15 લાખ 59 હજાર રૂપિયા થવા જાય છે