ન્યૂયોર્ક : સ્વચ્છ ભારત અભિયાન માટે PM મોદીને ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરાયા

0
0

ન્યૂયોર્કઃ સ્વચ્છ ભારત અભિયાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ એવોર્ડ બિલ ગેટ્સના હસ્તે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો છે. એવોર્ડ મળ્યા બાદ મોદીએ જણાવ્યું છેકે, ગત પાંચ વર્ષમાં 11 કરોડથી વધારે શૌચાલયનું નિર્માણ કરવામા આવ્યું છે. સ્વચ્છ ભારત અભિયાનથી મહિલાઓની ગરિમા વધી છે. અભિયાનથી ગરીબ અને મહિલાઓને લાભ થયો છે, તેમજ ગામોમાં રોજગારી મળી છે.

આ અવસરે ફાઉન્ડેશને કહ્યું કે આ અભિયાનથી ભારતમાં 50 કરોડ લોકોને સ્વચ્છતાની સુરક્ષા મળી છે. પ્રધાનમંત્રીએ આ એવોર્ડ મળ્યા બાદ બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. મોદીએ કહ્યું કે આ સન્માન મારું નથી પરંતુ એ કરોડો ભારતીયોનું છે જેઓએ સ્વચ્છ ભારતના સંકલ્પને માત્ર સિદ્ધ જ નથી કર્યો, પરંતુ રોજબરોજની જિંદગીમાં સામેલ કર્યો છે. મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉપર મને આ એવોર્ડ મળવો વ્યક્તિગત રીતે પણ મહત્વપૂર્ણ છે. આ એ વાતની સાબિતી છે કે જો 130 કરોડ લોકો કોઈ એક સંકલ્પને પૂરો કરવામાં લાગી જાય તો કોઈપણ પડકાર ઉપર તેને હાસલ કરી શકાય છે.

2014 પછી ગ્રામીણ સ્વચ્છતાનો વ્યાપ 100% થયો

પ્રધાનમંત્રીએ કહ્યું કે હું આ સન્માનને એ ભારતીયોને સમર્પિત કરું છું જેઓએ સ્વચ્છ ભારત મિશનને એક જનઆંદોલનમાં બદલ્યું છે. જેઓએ સ્વચ્છતાને પોતાની રોજિંદા જીવનમાં ટોચની પ્રાથમિકતા આપવાની શરૂઆત કરી છે. હાલમાં કોઈ દેશમાં આવા અભિયાન વિશે સાંભળવા કે જોવા મળ્યું નથી. આ અભિયાનને શરૂ ભલે અમારી સરકારે કર્યું પરંતુ તેનો કમાન્ડ લોકોએ ખૂદ તેઓા હાથમાં લઈ લીધો હતો. એનું પરિણામ એ આવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશણાં 11 કરોડથી વધારે શૌચાલયનું નિર્માણ થયું. 2014 પહેલા ગ્રામીણ સ્વચ્છતાનો વ્યાપ 40 ટકાથી પણ ઓછો હતો તે વધીને લગભગ 100 ટકા પહોંચ્યો છે.

મોદીએ યુએન મુખ્યાલયમાં ગાંધી સોલારપાર્કનું ઉદ્ઘાટન કર્યું
નરેન્દ્ર મોદીએ આજે યુએન મુખ્યાલય ખાતે ગાંધી સોલારપાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. એ સમયે બાંગ્લાદેશના વડાપ્રધાન અને સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. એ તકે મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધીએ લોકોની આંતરિક શક્તિને જાગૃત કરી છે. ગાંધીજીએ પોતાના જીવનમાં ક્યારેય પ્રભાવ ઉભો કરવા પ્રયત્નો કર્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here