Tuesday, October 26, 2021
HomePM મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75મા સત્રમાં સામાન્ય સભાને કરશે સંબોધન
Array

PM મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75મા સત્રમાં સામાન્ય સભાને કરશે સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75મા સત્રમાં સામાન્ય સભાને સંબોધિત કરશે. આ સત્રની થીમ ‘ભવિષ્ય જે આપણે ઈચ્છીએ છીએ, સંયુક્ત રાષ્ટ્ર જેની આપણને જરૂર છે, કોવિડ-19થી પ્રભાવિત અનેક પ્રકારના પગલાઓના માધ્યમ દ્વારા સંઘર્ષમાં આપણી પ્રતિબદ્ધતા’ છે.

સંયુક્ત રાષ્ટ્રના 75મા સત્રમાં ભારત અનેક મુદ્દાઓ પર ભાર મૂકશે. જેમાં આતંકવાદ સામેની લડાઈમાં વૈશ્વિક કાર્યવાહીની મજબુતીને પ્રોત્સાહિત કરવાનું સામેલ છે. આ ઉપરાંત ભારત પ્રતિબંધિત સમિતિમાં ઉદ્યમો અને વ્યક્તિઓના લિસ્ટીંગ અને ડિલિસ્ટીંગની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા પર ભાર મુકશે. સ્થાયી વિકાસ અને જળવાયુ પરિવર્તન સંબંધિત મુદ્દાઓ પર ભારત પોતાની સક્રિય ભાગીદારી યથાવત રાખશે.

ખાસ કરીને ભારત સંયુક્ત રાષ્ટ્ર વિકાસ ભાગીદારી નીધીના સંદર્ભમાં વધારે ભાર આપશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે આજે એક વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ શિખર સંમેલન બંને નેતાઓને શ્રીલંકામાં સંસદીય ચૂંટણી થયા બાદ અને સમયાંતરે અનુકૂળ સંબંધોનાં પક્ષમાં દ્વીપક્ષીય સંબંધોનાં વ્યાપક માળખાની સમીક્ષા કરવાનો અવસર પ્રદાન કરશે.

જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગાએ ટેલિફોનિક વાતચીત કરી હતી અને બંને દેશોના પરસ્પર વિશ્વાસના મુલ્યો પર અને સિદ્ધાંતના આધાર પર ભારત-જાપાન સંબંધોને મજબુત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પાછલા કેટલાક વર્ષોમાં ભારત-જાપાન વચ્ચે વિશેષ રણનૈતિક અને વૈશ્વિક ભાગીદારી ખુબ મજબુત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી યોશિહિદેને જાપાનના પ્રધાનમંત્રી નિયુક્ત થવા પર શુભેચ્છા પાઠવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments