કોરોના પર ચર્ચા : કોરોના સંકટ પર PM મોદી તમામ મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા કરશે

0
11

નવી દિલ્હી. દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દર્દીઓની સંખ્યા 2000ને વટાવી ગઈ છે, જ્યારે 58 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકની અંદર જ સાત લોકોના મોત થયા છે અને લગભગ 300 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. ઝડપથી વધી રહેલા કોરોના સંકટને લઈને સમગ્ર દેશ ચિંતત છે. કોરોના સંકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા કરશે.

PM મોદી શું કરી શકે છે અપીલ ?

મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી આમ જનતા સુધી જરૂરી સામાન પહોંચાડવા અને તેના માટે કરવામાં આવેલી વ્યવસ્થા પર વાત કરી શકે છે. સાથે જ પીએમ મોદી તમામ મુખ્ય મંત્રીઓ સાથે લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવી શકે  છે. સાથે જ રાજ્યોને અપીલ કરવામાં આવી શકે છે કે જે રાજ્યોના જમાતના લોકો ગયા છે, તે તમામ લોકોને ઝડપથી હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવે.

કોરોનાવાઈરસને લઈને પીએમ નરેન્દ્ર મોદી તમામ રાજ્યોની મેડિકલ સેવાઓ અંગે માહિતી લેશે અને કેન્દ્ર સરકારને રાજ્ય સરકારોને શું વિશેષ મદદ જોઈએ છે તેની પણ માહિતી લેવામાં આવશે. સંકટના સમયમાં પીએમ મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચેના સંબંધ વધુ મજબુત બનાવવા પર ભાર આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here