Thursday, April 18, 2024
HomeUncategorizedPM MODI જળવાયુ પરિવર્તન અંગેની COP-26 કોન્ફરન્સમાં ભાગ લેશે

PM MODI જળવાયુ પરિવર્તન અંગેની COP-26 કોન્ફરન્સમાં ભાગ લેશે

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) ક્લાઇમેટ ચેન્જ પર બ્રિટનના ગ્લાસગોમાં જળવાયુ પરિવર્તન અંગે (climate change)ની સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની COP-26 કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કોન્ફરન્સ આ મહિનાના અંતમાં યોજાશે. જોકે કાર્યક્રમની તારીખ હજી સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે રોઇટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં પીએમ મોદીની ગ્લાસગોની મુલાકાતની પુષ્ટિ કરી છે.

આપને જણાવી દઈએ કે, ચીન અને અમેરિકા પછી ભારત વિશ્વમાં ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરવામાં ત્રીજા ક્રમે છે. આ મહિનાના અંતમાં શરૂ થનારી COP-26 સમિટમાં પીએમ મોદીની ભાગીદારીને તે અંગેની અનિશ્ચિતતા વચ્ચે નિર્ણાયક તરીકે જોવામાં આવી રહી છે કે ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપિંગ તેમાં ભાગ લેશે કે નહીં.

ભારતમાં ગરમીના કારણે કામના કલાકોમાં ઘટાડો

ગુરુવારે જાહેર કરવામાં આવેલા આરોગ્ય અને જળવાયુ પરિવર્તન અંગેના લેન્સેટ કાઉન્ટડાઉન ડેટા અનુસાર વર્ષ 2020માં ગરમીના કારણે ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં કામકાજના કલાકોમાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે. 2020 માં વિશ્વભરમાં 295 અબજ કલાકના કામમાં ઘટાડો થયો. આ આંકડો વ્યક્તિ દીઠ લગભગ 88 કલાક જેટલો છે.

આ ત્રણ દેશોમાં કામના કલાકો સૌથી વધુ અસરગ્રસ્ત છે, આ દેશોને મધ્યમ શ્રેણીમાં માનવ વિકાસ સૂચકાંક સ્કોર ધરાવતા રાષ્ટ્રો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અહીં, વિશ્વની સરેરાશ 2.5 થી 3 ગણું વ્યક્તિ દીઠ આશરે 216 થી 261 કલાક ઓછું કામ કરવામાં આવ્યું હતું. કોવિડને કારણે વિશ્વવ્યાપી લોકડાઉન અને બાંધકામ તેમજ ઉત્પાદન ક્ષેત્રમાં કામદારોની અછતને કારણે કામ પર અસર પડી છે, જોકે આ અભ્યાસમાં રોગચાળાને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી. બાંધકામના કામ બાદ કૃષિ ક્ષેત્રમાં કામના કલાકોમાં મહત્તમ ઘટાડો નોંધાયો હતો.

ભારતમાં ગરમીને કારણે મૃત્યુદર વધ્યો

2018 અને 2019 માં ભારત અને બ્રાઝિલમાં ગરમી સંબંધિત મૃત્યુમાં સૌથી મોટો વધારો થયો છે. ભારતમાં ગરમીને કારણે 65 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓના મૃત્યુની સંખ્યા 2019 માં 10,001-1,00,000 ની વચ્ચે હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આબોહવા પરિવર્તનને કારણે પાણી, હવા, ખોરાક સંબંધિત રોગોમાં વધારા માટે યોગ્ય પરિસ્થિતિઓ ઉભી થઇ છે. ડેન્ગ્યુ વાયરસ, ઝીકા વાયરસ અને ચિકનગુનિયા વાયરસ માટે રોગચાળાની સંભાવના વધી છે.

જળવાયુ પરિવર્તનના 44 સૂચકાંકો

લેન્સેટ પેપરમાં જળવાયુ પરિવર્તનને લગતા લગભગ 44 સૂચકાંકો ટ્રેક કરવામાં આવ્યા છે, જેના કારણે કામના કલાકો પર અસર પડી છે. 2020 માં રેકોર્ડ તાપમાનના કારણે 1986-2005ની વાર્ષિક સરેરાશ કરતા 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં 3.1 અબજ વધુ વ્યક્તિઓ પર હીટવેવનું જોખમ આવ્યું. પેપર મુજબ, 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ગરમીથી સંબંધિત મૃત્યુ દર 1019 માં 3,45,000ની આસપાસની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. આ 2000-2005ની સરેરાશ કરતા 80.6% વધારે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular