રામ મંદિર શિલાન્યાસ બાદ PM મોદીનું સંબોધન, “ન ભૂતો, ન ભવિષ્યતિ, સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહ્યો છે ભગવાન શ્રી રામનો જયઘોષ”

0
6

અયોધ્યામાં રામ જન્મભૂમી મંદિરના શિલાન્યાસનાં ઐતિહાસિક ક્ષણ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજના પવિત્ર દિવસનો જયઘોષ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહ્યો છે.

તેમણે સંબોધન કરતાં જણાવ્યું કે શ્રી રામ જન્મભૂમી ટ્રસ્ટે મને આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે આંમત્રણ આપ્યું તે માટે આભાર માનું છું. આવવાનું સ્વભાવિક પણ હતું. ભારત આજે ભગવાન ભાસ્કરના સાનિધ્યે સુર્વણ ઘટનાનો સાક્ષી બની રહ્યો છે. આજે સમગ્ર ભારત રામમય છે. દેશ રોમાંચિત છે. દીપમય છે. સદીઓનો ઈન્તેજાર સમાપ્ત થઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે કરોડો લોકોને આજે વિશ્વાસ જ થઈ રહ્યો ન હશે કે જીવતે જીવ આજે આ પાવન અવસર જોઈ રહ્યા છે. વર્ષોથી ટેન્ટ અને કંતાનની નીચે રહેતા રામ લલા માટે ભવ્ય મંદિરનું નિર્માણ થશે. સ્વતંત્રતા સંગ્રામમાં અનેકો આઝાદી માટે આંદોલન કર્યા છે. આઝાદી માટે ખૂણે-ખૂણેથી બલિદાનો આપ્યા છે. 15મી ઓગસ્ટ બલિદાનોનું પ્રતિક છે. એ રીતે જ રામ મંદિર માટે અનેક સદીઓ સુધી અનેક પેઢીઓએ એકનિષ્ઠ પ્રયાસ કર્યો છે. આજના દિવસે એ જ ત્યાગ, બલિદાનનું પ્રતિક છે. આંદોલનમાં સંઘર્ષ, અર્પણ અને તર્પણ હતું. ત્યાગ, બલિદાન અને સંધર્ષથી સપનું સાકાર થઈ રહ્યું છે તે તમામ લોકોને 120 કરોડ દેશવાસીઓ વતી નમન કરું છું.

તેમણે કહ્યું કે રામ આપણા મનમાં છે. કોઈ પણ કામ કરવાનું હોય છે તો આપણે ભગવાન રામ તરફ જોઈએ છે. અસ્તિત્વ મટાડવાનો પ્રયાસ થયો. પણ રામ આજે પણ આપણા મનમાં વસ્યા છે. શ્રી રામ ભારતની મર્યાદા છે.

પીએમ મોદીએ કહ્યું કે હનુમાન ગઢીના દર્શન કર્યા છે. રામના બધા કામ તો હનુમાન જ કરે છે. શ્રી રામનું મંદિર આધુનિક પ્રતિક બનશે. આપણી શાસ્વત આસ્થાનું પ્રતિક બનશે. લોકોની શક્તિનું પણ પ્રતિક બનશે. આવનારી પેઢીને આસ્થા, શ્રદ્વા અને સંકલ્પની પ્રેરણા આપતો રહેશે. મંદિર બન્યા બાદ અયોધ્યાની ભવ્યતા જ નહીં વધશે પણ આ વિસ્તારનું અર્થતંત્ર પણ બદલાઈ જશે.

તેમણે કહ્યું કે સમગ્ર દુનિયામાંથી લોકો ભગવાન રામ અને માતા જાનકીના દર્શન કરવા આવશે. આ મહોત્સવ છે. વિશ્વાસને વિદ્યમાન સાથે જોડવાનો મહોત્સવ છે. સ્વને સંસ્કાર સાથે જોડવાનો અવસર છે. આજનો અવસર યુગો યુગો સુધી ભારતની કિર્તી પતાકા લહેરાવતો રહેશે. ન્યાય પ્રિય ભારતની આ એક અનુપમ ભેટ છે.