Friday, September 13, 2024
HomeદેશNATIONAL: રાજસ્થાનના કોટપૂતળીમાં PM મોદીની ચૂંટણી સભામાં 5 અને 6 એપ્રિલે પણ...

NATIONAL: રાજસ્થાનના કોટપૂતળીમાં PM મોદીની ચૂંટણી સભામાં 5 અને 6 એપ્રિલે પણ જનસભાનું આયોજન…..

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીને લઇને પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓ ચૂંટણી રેલી સંબોધી રહ્યા છે. ક્યાંક રોડ શો તો ક્યાંય બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર અર્થે રાજસ્થાનની બાગડોર સંભાળી છે. તેઓ આજે બપોરે 2.30 કલાકે જયપુર એરપોર્ટ પહોંચશે.

પીએમ મોદી આજે જયપુરના કોટપુતલી જવા રવાના થશે. પીએમ મોદી બપોરે લગભગ 3:00 વાગ્યે કોટપુતલીના એલબીએસ કોલેજ ગ્રાઉન્ડમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.કોટપુતલી જયપુર ગ્રામીણ લોકસભા મતવિસ્તારમાં આવે છે. આજે મંગળવારે કોટપુતલીમાં યોજાનારી સભામાં પીએમ મોદી જયપુર ગ્રામીણથી ભાજપના ઉમેદવાર રાવ રાજેન્દ્ર સિંહના સમર્થનમાં સભાને સંબોધિત કરશે.

મંગળવારે કોટપુતલીમાં યોજાનારી ચૂંટણી સભા બાદ પીએમ મોદી પોતે 5 અને 6 એપ્રિલે ફરીથી રાજસ્થાનની મુલાકાત લેશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, 5 એપ્રિલે ચુરુમાં PM મોદીનો જાહેર સભાનો કાર્યક્રમ છે જેમાં તેઓ દેવેન્દ્ર ઝાઝરિયાના સમર્થનમાં પ્રચાર કરશે. આ પછી 6 એપ્રિલે પીએમ મોદી નાગૌરથી ભાજપના ઉમેદવાર જ્યોતિ મિર્ધાના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા આવશે. PM મોદીની સભા નાગૌર જિલ્લાના મંગલાનામાં યોજાશે.

ત્યારે પીએમ મોદીની રાજસ્થાન મુલાકાત વિશે વાત કરીએ તો તેઓ છેલ્લા 3 મહિનામાં પીએમ મોદી ત્રણ વખત રાજસ્થાન આવ્યા છે. જયપુરમાં DG IG કોન્ફરન્સ યોજાઈ ત્યારે પહેલીવાર તેઓ 5 થી 7 જાન્યુઆરી સુધી રાજસ્થાનમાં રહ્યા હતા. આ પછી 25 જાન્યુઆરીએ પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે જયપુરમાં રોડ શો કર્યો હતો. તાજેતરમાં, 12 માર્ચે, પીએમ મોદી જેસલમેરના પોખરણમાં આવ્યા હતા જ્યાં તેમણે ત્રણેય સેનાઓ દ્વારા આયોજિત કવાયત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. હવે 2 એપ્રિલે પીએમ મોદી ચોથી વખત (આ વર્ષે) રાજસ્થાન આવી રહ્યા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular