Sunday, November 28, 2021
HomePM મોદીની લોકપ્રિયતા વધી : ટ્વિટર પર મોદીના ફોલોઅર્સની સંખ્યા 6 કરોડ...
Array

PM મોદીની લોકપ્રિયતા વધી : ટ્વિટર પર મોદીના ફોલોઅર્સની સંખ્યા 6 કરોડ થઇ, 9 મહિનામાં એક કરોડ ફોલોઅર્સ વધ્યા, જાન્યુઆરી 2009માં અકાઉન્ટ ખોલ્યું હતું

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર લગાતાર વધી રહી છે. તેમના ફોલોઅર્સની સંખ્યા 6 કરોડ થઇ ગઇ છે. જાન્યુઆરી 2009માં મોદીએ ટ્વિટર અકાઉન્ટ શરૂ કર્યું હતું. સપ્ટેમ્બર 2019માં તેમના ફોલોઅર્સની સંખ્યા 5 કરોડ હતી.

શાહના 2 કરોડ 16 લાખ ફોલોઅર્સ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ટ્વિટર પર 2 કરોડ 16 લાખ ફોલોઅર્સ છે. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મે 2013માં ટ્વિટર સાથે જોડાયા હતા. એપ્રિલ 2013માં ટ્વિટર પર સક્રિય થયેલા રક્ષામંત્રી રાજનાથસિંહના 1 કરોડ 78 લાખ ફોલોઅર્સ છે.

રાહુલ ગાંધીના 1.52 કરોડ ફોલોઅર્સ 
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટર પર 1 કરોડ 52 લાખ ફોલોઅર્સ છે. તેઓ એપ્રિલ 2015માં આ પ્લેટફોર્મ પર સક્રિય થયા હતા. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા એક કરોડથી ઓછી છે.

ઓબામાના 12.9 કરોડ અને ટ્રમ્પના 8.37 કરોડ ફોલોઅર્સ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના 12.9 કરોડ ફોલોઅર્સ છે. સપ્ટેમ્બર 2019માં તે સંખ્યા 10.8 કરોડ હતી. ટ્વિટર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સની સંખ્યા 8.37 કરોડ સુધી પહોંચી છે.

યોગીના 1.05 કરોડ અને કેજરીવાલના લગભગ 2 કરોડ ફોલોઅર્સ 
દેશના સૌથી મોટા રાજ્યા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોલોઅ્સની સંખ્યા એક કરોડ પાંચ લાખ છે. તેઓ સપ્ટેમ્બર 2015માં ટ્વિટર પર સક્રિય થયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 1 કરોડ 99 લાખ ફોલોઅર્સ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments