એક વર્ષમાં PM મોદીની સંપત્તિમાં થયો 36 લાખનો વધારો.

0
3

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિ ગત વર્ષના મુકાબલે 36 લાખ રૂપિયા વધી છે. દર મહિને તેમની સંપત્તિમાં 3 લાખ રૂપિયાનો વધારો થયો છે. ગત વર્ષ સુધી તેમની પાસે 2.49 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. આ વર્ષે જૂન સુધી એ વધીને 2.85 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બેન્ક બેલેન્સ અને FDથી તેમની સંપત્તિમાં એક વર્ષમાં 36 લાખનો વધારો થયો છે.

70 વર્ષના વડાપ્રધાન પર કોઈપણ પ્રકારનું દેવું નથી. તેમની પાસે 31 હજાર 450 રૂપિયા રોકડા છે. બેન્ક ખાતામાં 3.38 લાખ રૂપિયા છે. 31 માર્ચ 2019ના રોજ તેમના ખાતામાં 4,143 રૂપિયા હતા. SBIની ગાંધીનગર બ્રાન્ચમાં તેમની FDમાં 1 કરોડ 60 લાખ 28 હજાર 39 રૂપિયા છે. એક વર્ષ પહેલાં આ રકમ 1 કરોડ 27 લાખ, 81 હજાર 574 રૂપિયા હતી.

મોદી 8 લાખ 43 હજાર 124 રૂપિયાનાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ દ્વારા ટેક્સ-સેવિંગ કરે છે. પોતાના જીવન વીમા માટે 1 લાખ 50 હજાર 957 રૂપિયાનું વીમા-પ્રીમિયમ ચૂકવે છે. તેમની પાસે નેશનલ સેવિંગ સર્ટિફિકેટના 7 લાખ 61 હજાર 646 રૂપિયા હતા. જીવન વીમા પ્રીમિયમના રૂપમાં 1 લાખ 90 હજાર 347 રૂપિયાનું પેમેન્ટ કર્યું છે.

મોદીની સેલરી બે લાખ રૂપિયા છે, જે વૈશ્વિક સ્તરની તુલનામાં ઘણી ઓછી છે. કોરોના વાઈરસથી પ્રભાવિત થયેલી અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખતાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેબિનેટ સભ્યો અને સાંસદો સાથે પોતાની સેલરીમાં 30 ટકાનો કાપ મૂક્યો છે, જેની શરૂઆત એપ્રિલ મહિનાથી કરવામાં આવી હતી. પીએમ મોદીની સંપત્તિમાં વધારો તેમના પગારની બચત અને FDના વ્યાજથી થયો છે.

તાજેતરના રિપોર્ટ પ્રમાણે, પીએમ મોદીની સંપત્તિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. તેમના નામે ગાંધીનગરમાં એક મકાન છે, જેની કિંમત 1.1 કરોડ રૂપિયા છે, જેનો માલિકી હક મોદી અને તેમના પરિવાર પાસે છે. તેમની પાસે સોનાની ચાર વીંટી છે. પીએમ મોદી પાસે કોઈ ગાડી નથી.

ગૃહ મંત્રી અમિત શાહની સંપત્તિ

ગૃહ મંત્રી અમિત શાહ એક પૈસાદાર ગુજરાતી પરિવાર માંથી આવે છે. પરંતુ શેર બજારમાં ઉત્તર ચઢાવથી તેમને નુકશાન થયું છે. જૂન 2020 સુધી અમિત શાહની જાહેર સંપત્તિ 28.63 કરોડ રૂપિયા હતી. ગત વર્ષે ભાજપ અધ્યક્ષ તરીકે તેમણે તેમની સંપત્તિ 32.3 કરોડ રૂપિયા જાહેર કરી હતી.

અમિત શાહ પાસે 10 અચલ સંપત્તિ છે. તેમને તેમના માં પાસેથી વારસામાં 13.56 કરોડ રૂપિયાની સંપત્તિ મળી છે. તેઓ ભારતની સૌથી ધનિક પાર્ટીના અધ્યક્ષ રહી ચુક્યા છે તેમ છતાં તેમની પાસે માત્ર 15,814 રૂપિયાની રોકડ છે. તેમના બેન્ક ખાતામાં 1.04 કરોડ રૂપિયા, વીમા અને પેંશન પોલિસીમાં 13.47 લાખ રૂપિયા, એફડીમાં 2.79 લાખ રૂપિયા છે. તેમની પાસે લગભગ 44.47 લાખ રૂપિયાના ઘરેણાં છે.

ગત વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિમાં થયેલ ઘટાડો મુખ્યત્વે તેમની પાસે રહેલ શેરમાં ઘટાડાને કારણે થયો છે. તેમની પાસે વારસામાં 12.10 કરોડ રૂપિયાના શેર વગેરે અને તેમણે પોતે 1.4 કરોડ રૂપિયાના શેરમાં રોકાણ કર્યું છે. આમ આ વર્ષે 31 માર્ચ સુધી તેમની પાસે કુલ 13.5 કરોડ રૂપિયાના શેર હતા જયારે ગત વર્ષે તેની કીનિમત 17.9 કરોડ રૂપિયાની હતી. શાહ પાસે 14.77 લાખ રૂપિયાનું દેવું પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here