Saturday, July 20, 2024
Homeવર્લ્ડWORLD : PM નરેન્દ્ર મોદીને મળ્યા વિશ્વના અનેક દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન,...

WORLD : PM નરેન્દ્ર મોદીને મળ્યા વિશ્વના અનેક દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન, જુઓ બધા એવોર્ડનું લિસ્ટ

- Advertisement -

પીએમ મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલઃ ધ ફર્સ્ટ કોલ્ડ’ સહિત વિશ્વના ઘણા દેશોમાં એમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 9 જુલાઈના રોજ રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલઃ ધ ફર્સ્ટ કોલ્ડ’થી નવાજવામાં આવ્યા છે. આ સન્માનની જાહેરાત 2019માં કરવામાં આવી હતી.

સાથે જ ગ્લોબલ લીડર તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દરજ્જો સતત વધી રહ્યો છે અને પીએમ મોદીને રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન સહિત વિશ્વના ઘણા દેશોમાં એમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે.પીએમ મોદી 26 જૂને અમેરિકા અને ઇજિપ્તના પાંચ દિવસીય પ્રવાસ પરથી પરત ફર્યા હતા. ઇજિપ્તની તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદીને તેના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોદી ભારતના પહેલા પીએમ છે જેમને આ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

પીએમ મોદીને અત્યાર સુધી વિશ્વના ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ફ્રાંસથી ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર, ઈજીપ્તમાંથી ઓર્ડર ઓફ ધ નાઈલ અને અમેરિકાથી લીજન ઓફ મેરિટ જેવા નામો સામેલ છે. સાથે જ પીએમ મોદીને છેલ્લા 9 વર્ષમાં 13 દેશોનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું છે. આમાં પણ મુસ્લિમ દેશોની સંખ્યા વધારે છે.

મે 2023માં પાપુઆ ન્યુ ગિનીના ગવર્નર જનરલ સર બોબ ડેડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ’થી સન્માનિત કર્યા હતા. તે જ દિવસે વડાપ્રધાન સિતવિની રાબુકાએ પીએમ મોદીને ‘કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી’થી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત લાઉ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ, સુરજેલ એસ. વ્હીપ્સ જુનિયરે પીએમ મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માન ‘અબકાલ એવોર્ડ’થી સન્માનિત કર્યા છે.

ડિસેમ્બર 2021માં પીએમ મોદીને ભૂટાન દેશના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’થી સન્માનિત કરવામાં આવ્યા, એ પહેલા અમેરિકાના ‘લીજન ઓફ મેરિટ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બહેરીને પીએમ મોદીને તેના સર્વોચ્ચ સન્માન ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં’થી સન્માનિત કર્યા હતા. સંયુક્ત આરબ અમીરાતે પણ મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી સન્માનિત કર્યા છે. સાથે જ માલદીવ, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઈન, ગ્રીસ અને સાઉદી આરબ દેશોએ પણ પીએમ મોદીને સન્માનિત કર્યા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular