દુઃખ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાંત સિંહને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, તેણે ઘણાને પ્રેરિત કર્યા છે, યાદગાર પરફોર્મન્સ આપ્યા છે

0
16

ટીવી અને ફિલ્મ એક્ટર સુશાંત સિંહે 34 વર્ષની વયે મુંબઈના તેના ઘરે આત્મહત્યા કરી લીધી છે. યંગ એક્ટરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

તેમણે કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત, બ્રાઇટ યંગ એક્ટર જલ્દી ચાલ્યો હતો. તેણે ટીવી અને ફિલ્મ્સમાં નામ કમાયું. એન્ટરટેનમેન્ટ દુનિયામાં તે જે રીતે આગળ આવ્યો તેનાથી ઘણા લોકોને પ્રેરિત કર્યા છે અને તેણે ઘણા યાદગાર પરફોર્મન્સ આપ્યા છે. તેના મૃત્યુની આઘાતમાં છું. તેના પરિવાર અને ફેન્સને મારી સહાનુભૂતિ. ઓમ શાંતિ.

સુશાંત સિંહે પંખે લટકીને આત્મહત્યા કરી છે. હાલ પોલીસને કોઈ ચિઠ્ઠી કે કઈ મળ્યું નથી. પોસ્ટમોર્ટમ માટે સુશાંતના પાર્થિવ દેહને લઇ જવાયો છે. સુશાંતના આમ અચાનક મૃત્યુથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દુઃખમાં છે. 34 વર્ષીય સુશાંતે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, સુશાંતને ખરી ઓળખ એકતા કપૂરની ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’થી મળી હતી. સુશાંતે ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here