ખેતી સાથે જોડાયેલા બિલના વિરોધ પર PM : દેશમાં ટેકાના ભાવની પદ્ધતિ ચાલુ જ રહેશે, વિપક્ષ ખોટું બોલી ખેડૂતને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે

0
0

ખેતી સાથે જોડાયેલા બિલ અંગે થયેલા હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે સંસદમાં પાસ થયેલાં ઐતિહાસિક બિલોથી ખેડૂતોને સુરક્ષા મળશે. જે ઘણા દાયકાથી સત્તામાં રહ્યા તે ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એગ્રિકલ્ચર બિલો વિશે ખેડૂતોને ખોટું કહી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ખેડૂતને બધી ખબર છે. તે જોઈ શકે છે કે વચેટિયાઓને સાથ કોણ આપી રહ્યું છે. આપણી સરકાર ખેડૂતોને તેમનાં ઉત્પાદનનો યોગ્ય ભાવ અપાવવા માટે પ્રતિબદ્ધ છે. NDA સરકારે છેલ્લાં 6 વર્ષમાં ખેડૂતો માટે જેટલું કામ કર્યું, એટલું કોઈ બીજી સરકારે નથી કર્યું.

21મી સદીનો ખેડૂત બંધનોમાં નહીં, ખૂલીને ખેતી કરશેઃ મોદી

મોદીએ કહ્યું હતું, હું દેશભરના ખેડૂતોને આ બિલ માટે શુભેચ્છા પાઠવું છું. ખેડૂત અને ગ્રાહક વચ્ચે જે વચેટિયા હોય છે, જે ખેડૂતોની કમાણીનો મોટો હિસ્સો પોતે લઈ લે છે, એને બચાવવા માટે આ બિલ લાવવા ઘણાં જરૂરી હતાં. ખેડૂતોને તેમની ઊપજ દેશમાં ક્યાંય પણ કોઈને પણ વેચવાની આઝાદી આપવી, ઐતિહાસિક પગલું છે. 21મી સદીમાં ભારતનો ખેડૂત બંધનમાં નહીં, ખૂલીને ખેતી કરશે. જ્યાં મન ફાવે ત્યાં પોતાનું ઉત્પાદન વેચી શકશે. તેને કોઈ વચેટિયાના આધારે નહીં રહેવું પડે અને પોતાની ઊપજ અને આવક પણ વધારી શકશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે અમારી સરકાર ખેડૂતોને સમર્થન મૂલ્ય (MSP) દ્વારા યોગ્ય ભાવ અપાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે આના માટે પહેલાં પણ હતા, આજે પણ છીએ અને આગળ પણ રહીશું. સરકારી ખરીદ પણ પહેલાંની જેમ ચાલું રહેશે. હવે એવો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે સરકાર ખેડૂતોને ટેકાના ભાવનો લાભ નહીં આપે. એવી પણ અફવાઓ ફેલાવાઈ રહી છે કે ખેડૂતો પાસેથી ધાન,ઘઉં જેવા અન્ય પાકોની ખરીદી સરકાર નહીં કરે. આ બધું એકદમ ખોટું છે. ખેડૂતો સાથે દગો છે.

આ 3 બિલનો વિરોધ થઈ રહ્યો છે

  • ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ
  • ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસીઝ બિલ
  • એસેન્શિયલ કોમોડિટીઝ(અમેન્ડમેન્ટ)બિલ

આ ત્રણ બિલને સરકારે લોકડાઉન દરમિયાન 5 જૂને ઓર્ડિનન્સ દ્વારા લાગુ કર્યા હતા. ત્યારથી તેની પર હોબાળો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર આને અત્યારસુધીનો સૌથી મોટો કૃષિ સુધારો કહી રહી છે, પરંતુ વિપક્ષ પાર્ટીઓને આમાં ખેડૂતોનું શોષણ અને કોર્પોરેટ્સનો ફાયદો દેખાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here