PMએ કહ્યું- વિશ્વભારતીની 100 વર્ષની યાત્રા વિશેષ છે, અહીં ગુરુદેવના સ્વપ્નને ઉર્જા મળે છે

0
7

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા પશ્ચિમ બંગાળમાં વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને સંબોધન કરી રહ્યા છે. તેમણે કહ્યું-હે વિધાતા દાઓ-દાઓ મોડ ગૌરવ ડાઓ. જેની રવિન્દ્રનાથ ટાગોર દ્વારા હંમેશા ઇચ્છા હતી. મોદીએ કહ્યું હતું કે હું આજે એ જ પ્રાર્થના કરું છું. વિશ્વ ભારતી યુનિવર્સિટીનું 100 વર્ષ પૂર્ણ કરવું દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. મારા માટે આ ખૂબ જ સુખદ છે કે આજના દિવસે આ તપોભૂમિના પુણ્ય સ્મરણને યાદ કરવાની તક મળી. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે વિશ્વભારતીની 100 વર્ષની યાત્રા ખૂબ જ વિશેષ છે. ગુરુદેવે જે સપનું જોયું હતું, આ સ્થળ તે સપનાને સતત ઉર્જા આપે છે.

1921,આ થઈ હતી સ્થાપના

1921માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત વિશ્વભારતી એ દેશની સૌથી પ્રાચીન સેન્ટ્રલ યુનિવર્સિટી છે. મે 1951માં તેની સ્થાપના સેન્ટ્રલ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટેંસ તરીકે થઈ
જાહેર કરવામાં આવી હતી.

પર્યાવરણ સંરક્ષણમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા

મોદીએ કહ્યું- આ સંસ્થાને જે લોકોએ આ ઉંચાઇ પર પહોંચાડી છે, તે તમામ લોકોને હું આદરપૂર્વક નમન કરું છું. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ દ્વારા આજે ભારત પર્યાવરણીય સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત એકમાત્ર એવો દેશ છે જે પેરિસ એકોર્ડ હેઠળ યોગ્ય માર્ગ પર આગળ વધી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here