Saturday, September 25, 2021
HomeUP જશે વડાપ્રધાન : વડાપ્રધાન યુપીના સિદ્ધાર્થનગરમાં 9 મેડિકલ કોલેજોના લોકાર્પણ કાર્યક્ર્મમાં...
Array

UP જશે વડાપ્રધાન : વડાપ્રધાન યુપીના સિદ્ધાર્થનગરમાં 9 મેડિકલ કોલેજોના લોકાર્પણ કાર્યક્ર્મમાં સામેલ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરપ્રદેશ પ્રવાસની તારીખ નક્કી થઈ ગઈ છે. 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન યુપીના સિદ્ધાર્થનગરમાં 9 મેડિકલ કોલેજોના લોકાર્પણ કાર્યક્ર્મમાં સામેલ થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વયં આ કાર્યક્ર્મની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે આખરે 5 ઓગસ્ટના રોજ જ આ કાર્યક્ર્મને કેમ આયોજિત કરવામાં આવી રહ્યો છે?

e-RUPI: PM Modi to launch new digital payment solution on Aug 2 -  BusinessToday

યોગીએ મિર્જાપુરમાં વિંધ્યવાસિની કોરિડોરના ઉદ્દઘાટન સમારોહ દરમિયાન આ બાબતે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, 5 ઓગસ્ટે રાજયમાં ભવ્ય કાર્યક્ર્મ યોજાશે. 5 ઓગસ્ટ એટલા માટે કેમ કે આપણાં દેશ માટે આ દિવસ ઘણો જ મહત્વનો છે. 5 ઓગસ્ટના દિવસે જ આપાના જાંબાઝ જવાનોએ સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. આ દિવસે જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવામાં આવી હતી. આ જ દિવસે વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં ભવ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. 5 ઓગસ્ટનો દિવસ ભારતીય ઈતિહાસમાં આઝાદી બાદથી ખૂબ જ મહત્વનો છે.

સારી સ્વાસ્થ્ય સિવિધાઓ માટે સરકારનો ડ્રીમ પ્રોજેકટ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લામાં સારી સ્વાસ્થ્ય સિવિધાઓ વધારવા માટે મેડિકલ કોલેજનું શિલાન્યાસ કર્યો હતો. તેમણે ત્રણ જ વર્ષની અંદર OPDની સાથે MBBSનો અભ્યાસ પણ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.

મળતી માહિતી મુજબ, આ બધી જ મેડિકલ કોલેજ સંચાલન માતાએ તૈયાર છે અને પીએમ મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન થયા બાદ લોકો માટે તેણે ખોલવામાં આવશે. આ મેડિકલ કોલેજો ઉચ્ચ સાધન સામગ્રી અને સુવિધાથી સજ્જ છે. માટે આવનારા સમયમાં રાજ્યના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરને વેગ મળશે.

UPમાં મેડિકલ કોલેજોની સંખ્યા થઈ જશે 31
9 મેડિકલ કોલેજ શરૂ થયાની સાથે ક યોગી સરકાર પણ એક ઇતિહાસ બનાવી લેશે. એક સાથે રાજયમાં 9 મેડિકલ કોલેજ શરૂ થવાનો. યોગી સરકારે માત્ર સાડા ચાર વર્ષના કામકાજ દરમિયાન જ આ કમાલ કરી બતાવી છે. 2017 બાદથી 4 વર્ષોની અંદર જ તમામ 9 મેડિકલ કોલેજ બનીને તૈયાર થઈ છે. હાલના સમયમાં રાજયમાં 22 મેડિકલ કોલેજ છે. એક સાથે 9 મેડિકલ કોલેજ મળવાથી રાજયમાં મેડિકલ કોલેજની સંખ્યા વધીને 31 થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments