PM ફરી ગુજરાત આવશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 અને 15 ડિસેમ્બરે કચ્છમાં.

0
9

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવશે. તેઓ આગામી 14 અને 15 ડિસેમ્બરે સરહદી જિલ્લા કચ્છમાં રોકાશે. તેઓ ગુજરાતમાં બે દિવસ રોકાશે અને કચ્છમાં સોલર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તથા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. છેલ્લા 3 મહિનાથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. અહીં વિવિધ પ્રોજેક્ટનાં ખાતમુહૂર્ત, લોકાર્પણ કરે છે. જ્યારે એક મુલાકાત સમયે વેક્સિનના પરીક્ષણનું નિરીક્ષણ પણ કર્યું હતું.

ગઈ 30મીએ વડાપ્રધાન આવવાના હતા, પરંતુ કાર્યક્રમ મુલતવી રહ્યો

ગયા મહિનાની 30 નવેમ્બરે દેવદિવાળીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરવાના હતા, પરંતુ એ કાર્યક્રમને કોઈ કારણોસર મુલતવી રાખવામાં આવ્યો હતો.

28 નવેમ્બરે ઝાયડ્સની વેક્સિનની કામગીરી નિહાળી હતી

કોરોનાથી દેશમાં ગંભીર સ્થિતિ વચ્ચે ઝાયડ્સ બાયોટેકની ઝાયકોવ-ડી વેક્સિનનું અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. પરીક્ષણની કામગીરી જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંગોદર સ્થિત ઝાયડસ બાયોટેક કંપનીના પ્લાન્ટની ગઈ 28 નવેમ્બરે મુલાકાત લીધી હતી. અહીં કંપનીના ચેરમેન પંકજ પટેલે વડાપ્રધાનને કોરોના રસીના પરીક્ષણની કામગીરીની માહિતી આપી હતી. આ દરમિયાન વડાપ્રધાને કોરોના રસીની કામગીરીની તમામ પ્રક્રિયાની પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

30 ઓક્ટોબરે અમદાવાદ આવ્યા હતા મોદી

29 ઓક્ટોબરના રોજ કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરી 30 ઓક્ટોબરે કેવડિયા જવાની જગ્યાએ સીધા અમદાવાદ આવ્યા હતા. ત્યાંથી ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યાર બાદ તેઓ નરેશ-મહેશના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે કનોડિયાબંધુને શ્રદ્ધાંજલિ અર્પી હિતુ કનોડિયા સહિત પરિવારજનોને સાંત્વના આપી હતી. ત્યાર બાદ તેઓ ગાંધીનગર કેવડિયા પહોંચ્યા હતા.

30-31 ઓક્ટોબરે કેવડિયામાં કર્યું 17 પ્રોજેક્ટનું લોકાર્પણ

અમદાવાદથી કેવડિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે જંગલ સફારી, એકતા મોલ, એકતા નર્સરી, રિવર રાફટિંગ, બટરફ્લાઇ ગાર્ડન વિશ્વવન સહિત કુલ 21 પ્રોજેક્ટમાંથી 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here