અ’વાદ એરપોર્ટ પર પ્રોટોકોલ તોડી આ રીતે પીએમ કરશે ટ્રમ્પનું સ્વાગત

0
11

(રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ)

ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલા મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે તેમના સ્વાગતની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી હોય. અમદાવાદ ખાતે આજે સવારથી જ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રસ્તા પર 1000 જેટલાક કલાકારો સજ્જ થઈ ચુક્યા છે અને અલગ અલગ રાજ્યોના લોકનૃત્ય રજૂ કરી ટ્રમ્પ પરીવારનું સ્વાગત કરવા થનગની રહ્યા છે.

ટ્રમ્પનો કાફલો જે રસ્તા પરથી પસાર થશે ત્યાં અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે જેના પર ભારતના અલગ અલગ રાજ્યોના લોકનૃત્ય ભજવાશે. આ ઉપરાંત તેમના સ્વાગત માટે એરપોર્ટના રસ્તા પર રેડ કાર્પેટ પાથરવામાં આવ્યું છે. તેમના આગમન પર તેમનું સ્વાગત કલાકારો શંખ-ઢોલ, મંજીરાના નાદથી કરશે. એરપોર્ટની અંદર વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણી હાજર રહેશે. તેમની હાજરીમાં ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here