Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

મુંબઇ: પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (PMC)એ હજારો કરોડની લોનની માહિતી છુપાવવા માટે 21 હજાર નકલી ખાતાં ખોલ્યા હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર સોમવારે દાખલ FIRમાં આ વાતની જાણકારી મળી છે. રિપોર્ટ અનુસાર ફરિયાદમાં બેંક મેનેજમેન્ટ પર PMCની માહિતી છુપાવવા અને નિયમો વિરૂદ્ધ લોન આપવાનો આરોપ મુકવામાં આવ્યો છે. નિયમો વિરૂદ્ધ લોન આપવાના કારણે PMCને 4355 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

એક રિયલ્ટી ગ્રૃપ અને તેની કંપનીઓને PMCએ 44 વખત લોન આપી

એફઆઇઆરમાં જણાવ્યા અનુસાર એક રિયલ્ટી ગ્રૃપ અને તેની કંપનીઓને PMCએ 44 વખત લોન આપી હતી. બેંક મેનેજમેન્ટ નાણકીય સ્થિતિ સારી બતાવતું રહ્યું પરંતુ હકીકત કંઇક અલગ જ હતી. એફઆઇઆરમાં PMCના ચેરમેન વરયમ સિંહ અને સસ્પેન્ડ MD જૉય થોમસ સહિત અન્ય અધિકારીઓના નામ છે. તેમાં નાદાર થયેલી કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) અને તેના પૂર્વ અધિકારીઓ સારંગ વાધવાન અને રાકેશ વાધવાનનાં નામ પણ સામેલ છે. PMCએ તેમને લોન આપી હતી.

SFIO આગામી 2 મહિનામાં આ તપાસ પૂર્ણ કરશે

મીડિયા રિપોર્ટ અનુસાર HDILને PMCએ 6500 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ રકમ બેંકની કુલ લોનનાં 8880 કરોડ રૂપિયાનો 73 ટકા હિસ્સો છે. આ રકમ કોઇ એક કંપનીને લોન આપવા માટે RBI દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતા ઘણી વધારે છે. રોયટર્સના જણાવ્યા અનુસાર એક સરકારી અધિકારીએ મંગળવારે જણાવ્યુ કે, સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) PMC મામલે HDILની ભૂમિકાની તપાસ કરશે. આગામી 2 મહિનામાં આ તપાસ પૂર્ણ કરવામાં આવશે તેવી શક્યતા છે.

PMCની દેશના 7 રાજ્યોમાં 137 શાખાઓ

અનિયમિતતાઓના કારણે RBIએ ગત મંગળવારે PMC બેંક પર 6 મહિનાનો પ્રતિબંધ લાવ્યો હતો. ગ્રાહકો માટે રોકડ ઉપાડની લિમિટ 1 હજાર રૂપિયા કરવામાં આવી હતી. જો કો બે દિવસ બાદ આ લિમિટ વધારીને 10 હજાર રૂપિયા કરવામાં આવી હતી. PMCની દેશના 7 રાજ્યોમાં 137 શાખાઓ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments