PMO પણ અચંબામાં, આ દાનવીર શહીદો માટે કરી રહ્યો છે 110 કરોડ રૂપિયાનું દાન

0
30

પુલવામા હુમલા બાદ શહીદ જવાનોના પરિવાર માટે દેશભરમાંથી સહાયનો ધોધ વરસ્યો છે પણ તેમાંય કોટાના દાનવીર મુર્તજા અલીએ તો વડાપ્રધાનના ભંડોળમાં શહીદોના પરિવારો માટે 110 કરોડ રૂપિયા આપવાનુ એલાન કરીને આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. મુર્તજા અલીએ પીએમ કાર્યાલયમાં મેઈલ કરીને આ માટે પીએમ મોદીને મળવાનો સમય માંગ્યો છે. પીએમઓ દ્વારા જવાબ અપાયો છે કે તેમને બે ત્રણ દિવસમાં પીએમ સાથેની એપોઈન્ટમેન્ટ નક્કી કરી આપવામાં આવશે.

જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે

મૂર્તજા અલી કોટાના રહેવાસી છે અને જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે. કોટા કોમર્સ કોલેજમાંથી અભ્યાસ કરનાર મુર્તજા અલીનો પારિવારિક વ્યવસાય ઓટોમોબાઈલનો હતો. નેત્રહીન હોવાના કારણે તેમને નુકસાન થઈ રહ્યું હતું. તેવામાં મોબાઈલ અને ડિશ ટીવીના ક્ષેત્રમાં તેમણે કામ કરવાનું શરું કર્યુ હતું. 2010માં તેઓ કોઈ કામ માટે જયપુર ગયા હતા. એક પેટ્રોલ પંપ પર તેઓ પેટ્રોલ ભરાવી રહ્યા હતા. જ્યાં એક વ્યક્તિને મોબાઈલ પર કોલ આવ્યો હતો. આ વ્યક્તિએ કોલ રિસિવ કર્યો ત્યારે અચાનક આગ લાગી ગઈ હતી.

કંપની સાથેના કરાર થકી તેમને સારી એવી રકમ મળી

તેની પાછળનુ કારણ જાણવા મુર્તજાએ અભ્યાસ શરૂ કર્યો હતો. જેમાંથી તેમણે ફ્યુલ બર્ન રેડિએશન ટેકનોલોજીની શોધ કરી હતી. આ ટેકનોલોજી થકી જીપીએસ, કેમેરા કે બીજા કોઈ ઉપકરણ વગર કોઈ પણ વાહનને ટ્રેસ કરી શકાય છે તેવો તેમનો દાવો છે. હાલમાં તેઓ મુંબઈની એક કંપની સાથે વૈજ્ઞાનિક તરીકે જોડાયા છે. આ ટેકનોલોજી પર તેઓ કામ કરી રહ્યા છે. કંપની સાથેના કરાર થકી તેમને સારી એવી રકમ મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here