કોરોના મામલે PMની CM સાથે મીટિંગ : વડાપ્રધાન આજે વીડિયો કોન્ફરન્સથી વિવિધ રાજ્યોની સંક્રમણની સ્થિતિની માહિતી મેળવશે, 31 જુલાઈ પછી અનલોક-3 પર ચર્ચાની શકયતા

0
0

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે. 31 જુલાઈએ અનલોક ફેઝ-2 પુરો થઈ રહ્યો છે. આજની બેઠકમાં કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને અનલોક-3 પર ચર્ચા થાય તેવી શકયતા છે. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધન પણ હાજર રહે તેવી શકયતા છે.

4 મહીનામાં મુખ્યમંત્રીઓ સાથે મોદીની 8મી બેઠક

રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ સિવાય મોદીએ 19 જુલાઈએ 7 રાજ્યો- બિહાર, અાસામ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, હિમાચાલ પ્રદેશ અને ઉતરાખંડના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત કરીને કોરોના અને પૂરની સ્થિતિ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાનની આજે મુખ્યમંત્રીઓ સાથે 4 મહિનામાં આ 8મી બેઠક હશે.

અગાઉની 7 મીટિંગ ક્યારે થઈ, ત્યારે શું સ્થિતિ હતી ?

બેઠકની તારીખ શું ચર્ચા થઈ કોરોનાના કેસ કોરોનાના કારણે મોત
20 માર્ચ મોદીએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને 22 માર્ચે જનતા કરફ્યુ પર ફોકસ કર્યો. 249 5
2 એપ્રિલ 9 મુખ્યમંત્રીઓની સાથે ચર્ચા થઈ. મોદીએ કહ્યું- લોકડાઉન પછી ધીરે-ધીરે છુટ આપવી જ યોગ્ય રહેશે. 2,543 72
11 એપ્રિલ લોકડાઉન 30 એપ્રિલ સુધી વધવા પર સહમતિ બની. મીટિંગમાં સામેલ 10 મુખ્યમંત્રીઓએ સમર્થન કર્યું. 8,446 288
27 એપ્રિલ હોટ સ્પોટની બહાર 4 મેના રોજ લોકડાઉન ખોલવા પર સહમતિ બની. પાંચ રાજ્યો 3 મે પછી પણ લોકડાઉન વધારવાના પક્ષમાં હતા. 29,451 939
11 મે મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું- 15 મે સુધીમાં જણાવો કે તમારા રાજ્યોમાં કેવું લોકડાઉન ઈચ્છો છો. 70,768 2,294
16 જૂન મોદીએ કહ્યું- અાપણે લોકોની જિંદગી અને રોજી-રોટી પર ફોકસ કરવો જોઈએ. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર અને કોરોનાના ટેસ્ટિંગની સાથે જ ઈકોનોમિક એક્ટિવિટી પણ વધારવી જોઈએ. 3,54,161 11,922
17 જૂન મોદીએ આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાની સાથે કોરોનાનો સામનો કરવાની કોશિશ માટે રાજ્યોની પ્રશંસા કરી. મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત પેકેજથી આર્થિક ગતિવિધિઓ વધુ ગતિશીલ થવાની શકયતા છે. 3,66,946 12,237

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here