- એન્ટીગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગૈસ્તન બ્રાઉને કહ્યું- ચોક્સીના કાયદાકીય વિકલ્પ ખતમ થયા બાદ તેનું પ્રત્યપ્રર્ણ કરાશે
- એન્ટીગુઆની કોર્ટમાં આગામી મહિને ચોક્સીના કેસમાં સુનાવણી કરવામાં આવશે
- ચોક્સીએ ગત વર્ષે જાન્યુઆરીમાં એન્ટીગુઆ-બારબુડાની નાગરિકતા મેળવી હતી
એન્ટીગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગૈસ્તન બ્રાઉને સોમવારે કહ્યું કે, મેહુલ ચોકસીની નાગરિકતા રદ કરીને તેને ભારત મોકવામાં આવશે. એન્ટીગુઆના મીડિયા પ્રમાણે અમે બ્રાઉનને જણાવ્યું કે, એવું નથી કે આર્થિક અપરાધીઓ માટે સુરક્ષા ઉપલ્બ્ધ કરવાનના પ્રયાસો કરી રહ્યાં છીએ. અમે નક્કી પ્રક્રિયાનું પાલન કરીએ છીએ. ભારત સરકારને આ અંગે જણાવી દેવાયું છે. અપરાધીઓના પણ મૂળભૂત અધિકાર છે. ચોકસીનો કેસ કોર્ટમાં છે. પરંતુ, હું વિશ્વાસ અપાવી શકું છું કે, તમામ કાયદાકીય વિકલ્પ ખતમ થયા બાદ તેનું પ્રત્યપર્ણ કરી દેવાશે.
મેહુલ ચોક્સી 13700 કરોડ રૂપિયાના PNB કૌભાંડનો આરોપી છે. છેલ્લા વર્ષે ફેબ્રુઆરીમાં કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો. તે પહેલા જ મેહુલ વિદેશ ભાગી ગયો હતો. તેને જાન્યુઆરી 2018માં જ એન્ટીગુઆ અને બારબુડાની સિટિઝનશીપ બાય ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ(CIP)હેઠળ ત્યાંની નાગરિકતા મેળવી હતી. ભારતીય એજન્સીઓ તેના પ્રત્યાપર્ણના પ્રયાસમાં લાગેલી છે. એન્ટીગુઆની કોર્ટમાં મેહુલના કેસમાં આગામી મહિને સુનાવણી કરવામાં આવશે.
ચોક્સીએ ગત સપ્તાહે કહ્યું હતું કે, તેનું સ્વાસ્થ્ય ખરાબ છે. ગત વર્ષે સર્જરી બાદ ડોક્ટર્સે લાંબી મુસાફરી કરવાની ના પાડી હતી. ભારતીય એજન્સીઓ ઈચ્છે તો એંન્ટીગુઆ આવીને પુછપરછ કરી શકે છે. ત્યારબાદ EDએ મુંબઈની કોર્ટમાં એફિડેવિટ કરીને કહ્યું હતું કે, ચોક્સીને મેડિકલ સુપરવિઝનમાં ભારત લાવવા માટે એર એબ્યુલન્સ આપવા માટે તૈયાર છે.