Thursday, September 23, 2021
HomePNB કૌભાંડ : લંડન ની B કેટેગરી ની જેલ માં નીરવ મોદી,
Array

PNB કૌભાંડ : લંડન ની B કેટેગરી ની જેલ માં નીરવ મોદી,

લંડનઃ પંજાબ નેશનલ બેન્કમાં થયેલી છેતરપિંડીના મુખ્ય આરોપી નીરવ મોદીની બ્રિટનમાં ધરપકડ કરવામા આવી હતી. ત્યારબાદ લંડનની વેસ્ટ મિન્સ્ટર કોર્ટે 29 માર્ચ સુધી તેને જેલ ભેગો કરી દીધો છે. મળતી માહિતી પ્રમાણે નીરવ મોદીને સ્પેશલ સેલમાં રાખવામાં આવ્યો છે. નીરવ મોદીને પશ્વિમી યુરોપની સૌથી મોટી એક મેજેસ્ટીની વેન્ડ્સવર્થ જેલમાં રાખવામાં આવ્યો છે. દક્ષિણ લંડન સ્થિત જેલમાં મોદી સાથે D ગેન્ગનો મેમ્બર જાબિર મોતી પણ છે. જે અમેરિકા માટે પ્રત્યાપર્ણની પક્રિયામાંથી પણ પસાર થઈ ચુક્યો છે.

આવનારી સુનાવણી સુધી જેલમાં રહેશે નીરવ
વેન્ડ્સવર્થમાં B કેટેગરીની જેલ છે. અહીં એવા કેદીઓને રાખવામા આવે છે જેમની સુરક્ષાનું જોખમ ઓછું હોય છે. 1851માં બનાવાયેલી આ જેલમાં હાલ 1628 કેદીઓ છે. નીરવ મોદીને માર્ચ 29 સુધી આ જેલમાં રાખવામાં આવ્યો છે.

નીરવ મોદીને ભારત લાવવા માટે ભારતીય તપાસ એજન્સીઓના પ્રયાસોને એક મોટી સફળતાનાં રૂપમાં જોવા મળે છે. લંડન પોલીસે હીરા વેપારી નીરવ મોદીની ધરપકડ કરીને બુધવારે કોર્ટમાં હાજર કર્યો હતો. EDએ મની લોન્ડ્રિંગના એક મામલામાં નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે લંડનની એક કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે અપીલ પર સુનાવણી કરતા કહ્યું કે, નીરવ મોદી વિરુધ્ધ ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવે.

નીરવે ભારતીય ઓફિસર્સને હવાલે ન કરવાની અપીલ કરી
સ્કોટલેન્ડ યાર્ડે એક નિવેદનમાં કહ્યું, નીરવ દીપક મોદીની ભારતીય એજન્સીઓ તરફથી 19 માર્ચના રોજ હોલબાર્ન ખાતેથી ધરપકડ કરવામા આવી હતી. નીરવ મોદીએ જિલ્લા ન્યાયાધીશ મારી મૈલોનની કોર્ટમાં પોતાને ભારતીય અધિકારીઓના હવાલે ન કરવાની અપીલ કરી હતી. અદાલતે સુનાવણી બાદ તેની જામીન અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે તેને 29 માર્ચ સુધી કસ્ટડીમાં રાખવાની અનુમતિ આપી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments