Sunday, November 28, 2021
HomePNB ફ્રોડના આરોપી મેહુલ ચોક્સીએ દેશની નાગરિકતા છોડી, એન્ટીગુઆમાં પાસપોર્ટ સરન્ડર કર્યો
Array

PNB ફ્રોડના આરોપી મેહુલ ચોક્સીએ દેશની નાગરિકતા છોડી, એન્ટીગુઆમાં પાસપોર્ટ સરન્ડર કર્યો

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્કના કૌભાંડી આરોપી મેહુલ ચોક્સીને ભારત લાવવાના પ્રયત્નને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. મેહુલ ચોક્સીએ તેનો ભારતીય પાસપોર્ટ એન્ટીગુઆમાં સરન્ડર કરી દીધો છે અને પોતાની જાતને એન્ટીગુઆનો નાગરિક ગણાવ્યો છે. આમ, મેહુલ ચોક્સીએ કાયદેસર રીતે ભારતીય નાગરિકતા છોડી દીધી છે. મેહુલ ચોક્સીએ એન્ટીગુઆ હાઈ કમિશનમાં તેનો પાસપોર્ટ જમા કરાવી દીધો છે.

નોંધનીય છે કે, મેહુલ ચોક્સીના પ્રત્યર્પણ મામલે આવતીકાલે સુનાવણી થવાની છે પરંતુ તે પહેલાં જ તેણે પોતાની જાતને એન્ટીગુઆનો નાગરિક જાહેર કરી દીધો છે. હવે તેને ભારત પ્રત્યાર્પિત કરીને લાવવો મુશ્કેલ છે.

મેહુલ ચોક્સીએ તેમનો પાસપોર્ટ જેનો નંબર Z3396732 છે, જે હાઈ કમિશનને જમા કરાવ્યો છે. તે સાથે તેણે તેની કુલ ફી 177 ડોલર પણ જમા કરાવ્યા છે. આ વિશે વિદેશ મંત્રાલયે ગૃહ મંત્રાલયને પણ જાણ કરી છે. મેહુલ ચોક્સીનું હવે કાયદેસરનું સરનામું હાર્બર, એન્ટીગુઆ થઈ ગયું છે.

મેહુલ ચોક્સીના વકીલોને આશા છે કે, આ પ્રયત્નોથી ભારત દ્વારા ચોક્સીને પ્રત્યપ્રિત કરવાના પ્રયત્નોને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. નોંધનીય છે કે, મેહુલ ચોક્સી વિરુદ્ધ પહેલાં પણ ઈન્ટરપોલની નોટિસ જાહેર કરવામાં આવી હતી. ભારતની ઘણી એજન્સીઓ તેને શોધી રહી છે.

ગયા મહિને જાહેર થઈ હતી રેડ કોર્નર નોટિસ

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રૂ. 13,700 કરોડનું પીએનબી કૌભાંડ સામે આવ્યું હતું. ચોક્સી તે પહેલાં જ વિદેશ ભાગી ગયો હતો. ભારતની અરજીના કારણે ઈન્ટરપોલે ગયા મહિને ચોક્સી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.

ચોક્સી એન્ટીગુઆમાં રહે છે. તેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં ત્યાંની નાગરિકતા મેળવી લીધી છે. વિદેશ મંત્રાલયે તેને કહ્યું હતું કે, તેઓ ડબલ નાગરિકત્વ ન રાખી શકે.

મેહુલ ચોક્સી અને તેના સંબંધી નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્કની મુંબઈમાં આવેલી બ્રેડી હાઉસ બ્રાન્ચના અધિકારીઓની મીલીભગતથી 13,700 કરોડથી વધુ કૌભાંડ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે.

શું થશે અસર?

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેહુલ ચોક્સીનો પાસપોર્ટ સરન્ડર કરવો તેના માટે સફળ સાબીત નહીં થાય. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે મેહુલ ચોક્સીએ જે ગુનો કર્યો છે તે ભારતમાં કર્યો હતો. તેથી તેના પર કાર્યવાહી થઈ શકે છે. કોઈ પણ દેશના નાગરિકને પ્રત્યર્પિત કરી શકાય છે. તેનું તાજુ ઉદાહરણ આગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં વચેટીયા ક્રિશ્ચિન મિશેલનું છે.
PNB કૌબાંડનો આરોપી છે ચોક્સી

મેહુલ ચોક્સી 13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં મુખ્ય આરોપીમાંથી એક છે. આ કૌભાંડ મામલે ચોક્સીનો સંબંધી નીરવ મોદી મુખ્ય આરોપી છે. નોંધનીય છે કે, મેહુલ ચોક્સી ગીતાજંલી ગ્રૂપનો ચેરમેન છે. કૌભાંડનો ખુલાસો થયા પછી તેણે એન્ટીગુઆમાં શરણ લીધી છે.

નોંધનીય છે કે, ઈડી, સીબીઆઈ જેવી સુરક્ષા એજન્સી પીએનબી સ્કેમ કેસની તપાસ કરી રહ્યા છે. ઈડીએ અત્યારસુધી મેહુલ ચોક્સી અને નીરવ મોદીની કુલ રૂ. 4765 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments