Tuesday, September 21, 2021
HomePNB બેંકના ગ્રાહકો આવતીકાલથી ATMમાંથી પૈસા ઉપાડી શકશે નહીં.
Array

PNB બેંકના ગ્રાહકો આવતીકાલથી ATMમાંથી પૈસા ઉપાડી શકશે નહીં.

જો તમારું અકાઉન્ટ પણ પંજાબ નેશનલ બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. પંજાબ નેશનલ બેંક 1 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી તેના ATMમાંથી પૈસા કાઢાવાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેંકે સમગ્ર દેશમાં વધી રહેલાં ATM ફ્રોર્ડને રોકવા માટે આ પગલું ભર્યું છે. PNB બેંકે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે.

PNB બેંકે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ગ્રાહકો 1 ફેબ્રઆરીથી PNB નોન EMV ATM મશીનમાંથી પૈસા ઉપાડી શકશે નહીં. બેંકે કહ્યું અમે અમારા આદરણીય ગ્રાહકોને ATMથી થતી છેતરપિંડીથી બચાવવા માટે નોન EMV ATM મશીનોમાંથી 1 ફેબ્રુઆરીથી લેવડદેવડ પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યા છે. ડિજિટલ રહો, સુરક્ષિત રહો!

શું હોય છે નોન EMV ATM

નોન EMV ATM તે હોય છે જેમાં ATM અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ ટ્રાન્ઝેક્શન દરમિયાન નથી કરવામાં આવતો. આ મશીનમાં ડેટા કાર્ડને મેગનેટિક પટ્ટી દ્વારા વાંચવામાં આવે છે. અહીં કાર્ડ અમુક સેકન્ડ માટે લોક પણ થઈ જાય છે.

OTP આધારિત રોકડ ઉપાડની સુવિધા શરૂ કરી

ડિસેમ્બર 2020માં બેંકે ATMમાંથી કેશ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો હતો. જેમાં OTP (વન ટાઈમ પાસવર્ડ) આધારિત રોકડ ઉપાડની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ સુવિધા અંતર્ગત ખાતાધારકોને 10,000 રૂપિયાથી વધારે કેશ ઉપાડવા માટે OTP મોકલવામાં આવે છે. OTP વગર તેઓ કેશ ઉપાડી શકતા નથી.

OTP સિસ્ટમથી આ રીતે કેશ ઉપાડી શકાય છે

જો તમે 10 હજાર રૂપિયા અથવા તેનાથી વધારે રોકડ ઉપાડવા માગો છો તો બેંક તમરા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલે છે. મોબાઈલ પર આવેલા OTPને એન્ટર કર્યા બાદ બેંક તમને પૈસા કાઢવાની મંજૂરી આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments