પોકો એક્સ2 120હર્ટઝ ડિસ્પ્લે સાથે ભારત માં લોન્ચ કરવા માં આવ્યો

0
58

રિઅલમી એક્સ2 નો સૌથી મોટો પ્રતિસ્પર્ધી પોકો એક્સ2 ને અંતે ભારત ની અંદર લોન્ચ કરવા માં આવ્યો છે. આપણા દેશ ની રાજધાની ની અંદર કંપી દ્વારા આ સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવ્યો છે. કે જે તેમનો બીજો સ્માર્ટફોન છે. અને શાઓમીએ પોકો ને એક સ્વતંત્ર બ્રાન્ડ બનાવ્યા પછી આ કંપની નો પ્રથમ સ્માર્ટફોન છે. અને જેવી કે લોકો ને આશા હતી પોકો એક્સ2 એ બીજું કઈ જ નહીં પરંતુ રેડમી કે 30 અલગ બ્રાન્ડિંગ ની સાથે ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

કે જેને ચાઈના ની અંદર વહેંચવા માં આવી રહ્યો છે. અને માત્ર એક જ ફર્ક જોવા માં આવ્યો છે જેની અંદર રેડમી બ્રાન્ડિગ ને બદલે પોકો બ્રાન્ડિંગ જોવા માં આવ્યું હતું. પરંતુ કેમ કે આ એક રઈબ્રાન્ડેડ સ્માર્ટફોન છે તેના કારણે તેને તરછોડી ન શકાય.

પરંતુ પોકો એક્સ2 ની સાથે કંપની એક અલગ એપ્રોચ કરી રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે. જયારે પોકો એફ1 ની અંદર ફલેગશિપ્સ સ્પેક્સ ને ઓછી કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવ્યા હતા ત્યારે આ સ્માર્ટફોન ની અંદર ડિઝાઇન અને પરફોર્મન્સ ની અંદર વધુ ભાર આપવા માં આવ્યું હોઈ તેવું લાગી રહ્યું છે.

અને સાથે સાથે તેઓ એક એવા સેગ્મેન્ટ ની અંદર જય રહ્યા છે જેની અંદર પેહલા થી જ ઘણી બધી કંપનીઓ કામ કરી રહી છે જેની અંદર ઓપ્પો, વિવો, સેમસંગ, રિઅલમી વગેરે જેવી કંપની ઓ નો સમાવેશ થાય છે. જો તમે પોકો ના ફેન હો તો તમે જે ફોન માટે રાહ જોઈ રહ્યા હતા આ ફોન બિલકુલ નથી. પરંતુ તેમ છત્તા આ સ્માર્ટફોન ની અંદર ઘણી અબ્ધી વસ્તુ આપવા માં આવી છે.

પોકો એક્સ2 સ્પેક્સ અને કિંમત

આ સ્માર્ટફોન ને ભારત ની અંદર ત્રણ અલગ અલગ વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવશે જેની અંદર શરૂઆત માં વેરિયન્ટ માં 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવશે, અને તેની કિંમત રૂ. 15,999 રાખવા માં આવી છે અને બીજા વેરિયન્ટ ની અંદર 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે અને તેની કિંમત રૂ. 16,999 રાખવા માં આવી છે. અને તેના ટોચ ના વેરિયન્ટ ની અંદર 8જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ આપવા માં આવે છે અને તેની કિંમત રૂ. 19,999 રાખવા માં આવી છે.

આ સ્માર્ટફોન ની અંદર એલ્યુમિનિયમ ફ્રેમ ની સાથે આગળ અને પાછળ ની તરફ ગોરીલા ગ્લાસ 5 નું રક્ષણ આપવા માં આવે છે. આ સ્માર્ટફોન નું વજન 208 ગ્રામ છે અને તે 8.8એમ એમ જાડો આવે છે. આ સ્માર્ટફોન ની મુખ્ય હાઈલાઈટ તેની અંદર આપવા માં આવતી 6.7 ઇંચ ની ફૂલ એચડી પ્લસ રિઝોલ્યુશન 2400x 1080 પિક્સલ અને એચડીઆર 10 ના સપોર્ટ અને 20:9 ના આસ્પેક્ટ રેશિઓ ની સાથે આપવા માં આવતી ડિસ્પ્લે છે.

અને તેની અંદર 120હર્ટઝ નો રીફ્રેશરેટ આપવા માં આવે છે જેને કારણે આ સ્માર્ટફોન ને 120હર્ટઝ ડિસ્પ્લે સાથે આસુસ રોગ ફૉન પછી બીજો સ્માર્ટફોન આ ટેક્નોલોજી ધરાવતો જોવા મળે છે. અને તે બંને ની અંદર માત્ર એક જ તફાવત છે અને તે એ છે કે તેની પોકો એક્સ2 ની અંદર એલસીડી પેનલ આપવા માં આવે છે. જયારે રોગ ફોન ની અંદર ઓલેડ પેનલ આપવા માં આવે છે.

સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર પાવર આપવા માટે તેની અંદર ક્વાલ્કોમ સ્નેપડ્રેગન 730જી પ્રોસેસર આપવા માં આવે છે અને એડ્રેનો 616 જીપીયુ પણ આપવા માં આવે છે. અને આ જ પ્રોસેસર ને તમે રિઅલમી એક્સ2 ની અંદર પણ મેળવી શકો છો. અને આ સ્માર્ટફોન ની પાછળ ની તરફ ક્વાડ કેમેરા સેટઅપ આપવા માં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 64એમપી નું સોની આઇમેક્સ 686 એફ 1.9 ની સાથે આપવા માં આવે છે. અને તેની સાથે 8 એમપી નો અલ્ટ્રા વાઈડ કેમેરા અને 2 એમપી નો મેક્રો કેમેરા આપવા માં આવે છે.

અને સેલ્ફી માટે આ સ્માર્ટફોન ની અંદર આગળ ની તરફ પંચ હોલ ડ્યુઅલ કેમેરા આપવા માં આવ્યા છે જેની અંદર મુખ્ય સેન્સર 20એમપી નું છે જયારે સેકન્ડરી સેન્સર 2એમપી નું છે. અને આ સ્માર્ટફોન ની અંદર એન્ડ્રોઇડ 10 આપવા માં આવે છે અને તેના પર એમઆઈયુઆઈ 11 આપવા માં આવે છે. અને સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર હાયબ્રીડ સિમ સ્લોટ પણ આપવા માં આવ્યા છે.

અને તેની અંદર 4500 એમએએચ ની બેટરી આપવા માં આવે છે અને સાથે સાથે 27વોટ નુંફાસ્ટ ચાર્જર બોક્સ ની સાથે જ આપવા માં આવે છે. અને જો તેની અંદર કનેક્ટિવિટી ની વાત કરવા માં આવે તો આ સ્માર્ટફોન ની અંદર વાઇફાઇ 802.11 એસી, બ્લુટુથ 5.1, એનએફસી, જીપીએસ, 3.5એમએમ ઓડીઓ જેક, અને યુએસબી ટાઈપ સી પોર્ટ આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ને 3 કલર વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવશે જેની અંદર રેડ, બ્લુ અને પર્પલ નો સમાવેશ કરવા માં આવે છે.