Saturday, June 3, 2023
Homeબોલીવૂડજાણીતા કવિ મુનવ્વર રાણાની તબિયત લથડી

જાણીતા કવિ મુનવ્વર રાણાની તબિયત લથડી

- Advertisement -

જાણીતા કવિ મુનવ્વર રાણાની તબિયત લથડી છે. તેમને લખનઉની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના માટે આગામી 72 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાની તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. મુનવ્વર રાણાની તબિયત અચાનક બગડી હતી, બાદ તેમને રાજધાની લખનૌની એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા છે.. જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. તેમની સારવાર માટે ડોક્ટરોની ટીમ હાજર છે. તબીબોનું કહેવું છે કે રાણા માટે આગામી 72 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મુનવ્વર રાણાની પુત્રી સુમૈયા રાણાએ પોતે તેના પિતાની તબિયત વિશે માહિતી આપી છે. સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરતા સુમૈયાએ જણાવ્યું છે કે, તેના પિતાની તબિયત છેલ્લા ઘણા દિવસોથી ખરાબ હતી, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો, ત્યારબાદ જ્યારે તેમની તબિયત વધુ બગડી તો પરિવારના સભ્યોએ તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કર્યા છે.. જે બાદ તેને તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબોની ટીમ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. સુમૈયાએ લોકોને પિતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular