Sunday, November 28, 2021
HomePOKમાં જઈ પડેલા F-16નાં પાયલટને ભીડ ભારતીય સમજી બેસી, મારઝૂડ કરી મોતને...
Array

POKમાં જઈ પડેલા F-16નાં પાયલટને ભીડ ભારતીય સમજી બેસી, મારઝૂડ કરી મોતને હવાલે કર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં હુમલો કર્યા પછી POKમાં જઈને પડેલા પાકિસ્તાની વિમાન f-16નાં પાયલટને ભીડે ભારતીય જવાન સમજી તેની સાથે મારઝુડ કરીને મોતને હવાલે કરી દીધો છે. આ દાવો લંડનનાં રહેવાસી વકીલ ખાલિદ ઉમરે તેમની ફેસબુક પોસ્ટમાં કર્યો છે. આ પોસ્ટ સોશયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. ઘણા મીડિયા રિપોર્ટસમાં ઉમરનાં દાવાઓને પણ સામેલ કરાયા છે. આ દાવાઓ પ્રમાણે, f-16 વિમાનને પાકિસ્તાની વાયુસેનાનાં 19માં સ્ક્વાડ્રનનો પાયલટ શહઝાજદ્દીન ઉડાવી રહ્યા હતા.

પાકિસ્તાની પાયલટ એરમાર્શલનો દીકરો હતો 
ન્યૂઝ એજન્સી પ્રમાણે, ઉમરે પોસ્ટમાં લખ્યું કે, દુખની વાત એ  છે કે પાકિસ્તાન  અધિકૃત કાશ્મીરમાં ઈજેક્ટ કર્યા બાદ પાકિસ્તાની પાયલટ જીવતો હતો. પરંતુ ભીડે ભારતીય સમજી તેની સાથે મારપીટ કરી હતી. જ્યારે તેમને ખબર પડી કે આ જવાન પાકિસ્તાની છે. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરી દેવામા આવ્યો હતો. આ જવાન રિટાયર્ડ એર માર્શલનો દીકરો હતો. બે એર માર્શલનાં દીકરા(અભિનંદન અને શહજાજ)ઓએ આકાશમાં લડાઈ લડી હતી. બન્ને જમીન પર પટકાયા, પરંતુ તેમાથી એક જીંદગીની જંગ હારી ગયો હતો.
પાકિસ્તાની વિમાન F-16એ ભારતીય સૈન્યનાં અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા
26 ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદનાં ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી હતી જેના બીજા જ દિવસે પાકિસ્તાની લડાકુ વિમાનોએ કાશ્મીરનાં રાજૌરી અને પુંછમાં ઘુસણખોરી કરીને સૈન્યનાં અડ્ડાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે બોમ્બ પણ ફેંક્યા હતા, પરંતુ તે નિશાના પર પડ્યા ન હતા. ત્યારબાદ ભારતનાં મિગ-21 વિમાનોએ તેમને પાછા ધકેલ્યા હતા. આ લડાઈમાં F-16 વિમાન POKમાં જઈને પડ્યુ હતુ. મિગ-21નાં પાયલટ વિગ કમાંડર અભિનંદન વર્ધમાન પણ POKમાં પહોંચી ગયા હતા.
પાકિસ્તાને કહ્યું- 2 ભારતીય પાયલટ કબ્જામાં હતા
પાકિસ્તાની સેનાનાં પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે કહ્યું હતુ કે, અમે ભારતીય વિમાનોને તોડી પાડી તેમનાં બે પાયલટ્સને ઝડપી પાડ્યા છે. તેમણે ટ્વીટ કરીને પણ કહ્યું હતુ કે એક પાયલટ સેનાના કબ્જામાં છે અને એક હોસ્પિટલમાં દાખલ છે. જો કે ત્યારબાદ પાકિસ્તાને સ્પષ્ટતા કરી હતી કે તેમની પાસે ભારતનો એક જ પાયલટ છે. ભારતીય પાયલટ અભિનંદન શુક્રવારે જ વાઘા બોર્ડરનાં રસ્તે ભારત પરત આવ્યા છે.
F-16નાં ઉપયોગની વાતને પાકિસ્તાને નકારી હતી
આ જ દિવસે વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં એક મિગ-21 વિમાન લાપતા અને એક પાયલટ લાપતા હોવાની પુષ્ટી કરી હતી. ત્યારબાદ ભારતીય પાયલટનો વીડિયો જાહેર કરીને આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કરવા બદ પાકિસ્તાનનાં ડેપ્યુટી હાઈ કમિશનરની ઝાટકણી કાઢવામાં આવી હતી. 27 ફેબ્રુઆરીનાં ઘટનાક્રમ બાદ પાકિસ્તાન તેમનાં F-16 અંગેની વાતને સતત નકારતુ હતુ. જોકે 28 ફેબ્રુઆરીના રોજ તેના કાટમાળની તસવીરો સામે આવ્યા પછી પાકિસ્તાનની પોલ ખુલી ગઈ હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments