Sunday, September 19, 2021
HomePoKમાં શારદા મંદિર કોરિડોર નહીં ખૂલે, આ મુદ્દે સકારાત્મક માહોલની જરૂરઃ પાક...
Array

PoKમાં શારદા મંદિર કોરિડોર નહીં ખૂલે, આ મુદ્દે સકારાત્મક માહોલની જરૂરઃ પાક વિદેશ મંત્રાલય

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનનું કહેવું છે કે, તેના કબ્જાવાળા કાશ્મીર (PoK)માં ભારતના હિન્દુ શ્રદ્ધાળુઓ માટે શારદા મંદિર કોરિડોર ખોલવા પર હજુ કોઇ નિર્ણય નથી કરવામાં આવ્યો. આવા પગલાં ઉઠાવવા માટે સકારાત્મક માહોલ હોવો જોઇએ. આ સપ્તાહની શરૂઆતમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના સૂત્રોના હવાલાથી એક્સપ્રેસ ટ્રિબ્યૂનના સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સરકારે એક કોરિડોર બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે જેનાથી ભારતના હિન્દુ શ્રદ્ધાળુઓ અને પ્રાચીન હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સ્થળ સુધી જવાનો મોકો મળશે.

આ સાપ્તાહિક સંવાદદાતા સમારંભમાં વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે આ સમાચારને ફગાવતા કહ્યું કે, મારી જાણકારી અનુસાર, હાલ શારદા મંદિર કોરિડોર ખોલવા પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આવા તમામ મુદ્દાઓ પર આગળ વધવા માટે એક સકારાત્મક માહોલની જરૂર હોય છે.

એક્સપ્રેસ ટ્રિબ્યૂને પોતાના સમાચારમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેશનલ એસેમ્બલી સભ્ય રમેશ કુમારના હવાલાથી કહ્યું હતું કે, પાકિસ્તાને શારદા મંદિર ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલના વર્ષથી પરિયોજનાઓ પર કામ શરૂ થઇ જશે ત્યારબાદ પાકિસ્તાનમાં હિન્દુ પણ આ સ્થળની મુલાકાત લઇ શકશે.

ઉલ્લેખનીય છે કે, ઇસ 237 પૂર્વે, સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન સ્થાપિત શારદા પીઠ અંદાજિત 5,000 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિર કાશ્મીરી પંડતિઓના ત્રણ પ્રસિદ્ધ પવિત્ર સ્થળોમાંથી એક છે. તેઓના બે અન્ય પવિત્ર સ્થળ અમરનાથ મંદિર અને અનંતનાગર સ્થિત માર્તંડ સૂર્ય મંદિર છે. કાશ્મીર પંડિતોના સંગઠનો વર્ષોથી શારદા પીઠ કોરિડોર ખોલવાની માગણી કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments