Saturday, September 18, 2021
Homeપોકો F3 GT : પોકોએ ભારતીય માર્કેટમાં પ્રીમિયમ F3 GT સ્માર્ટફોન લોન્ચ...
Array

પોકો F3 GT : પોકોએ ભારતીય માર્કેટમાં પ્રીમિયમ F3 GT સ્માર્ટફોન લોન્ચ કર્યો

શાઓમીથી સ્વતંત્ર થયેલી બ્રાન્ડ પોકોએ ભારતીય માર્કેટમાં પ્રીમિયમ F3 GT સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનને ખાસ ગેમિંગ પર્પઝ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. ફોનમાં ગેમિંગ ફીચર્સ માટે ડેડિકેટેડ ટ્રિગર્સ મળે છે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1200 પ્રોસેસર સાથે 120Hzના રિફ્રેશ રેટ સાથેની ડિસ્પ્લે મળે છે. તેમાં હાઈ સાઉન્ડવાળા સ્પીકર્સ છે. ફોનમાં ડેડિકેટેડ GT સ્વિચ, મેગ્લેવ ટ્રિગર અને સારા ગેમિંગ એક્સપિરિઅન્સ માટે એક્સ શૉકર્સ છે.

પોકો F3 GTનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

  • ફોનમાં 6.67 ઈંચની ટર્બો AMOLED 10 બિટ ડિસ્પ્લે મળે છે. તે HDR10+ સપોર્ટ કરે છે અને તેનો રિફ્રેશ રેટ 120Hz છે. તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1200 પ્રોસેસર સાથે 8GBની રેમ અને 256GB સુધી UFS 3.1 સ્ટોરેજ મળે છે.
  • ફોનમાં 64MP+8MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનના પ્રાઈમરી રિઅર કેમેરાના સેન્સરને એક્સ્ટ્રા લૉ ડિસ્પ્રેશન સાથે તૈયાર કરાયું છે. તેનો ઉપયોગ DSLR લેન્સમાં કરી શકાય છે. સેલ્ફી માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
  • સ્માર્ટફોનમાં 5,065mAhની બેટરી છે, જે 67 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે, 15 મિનિટમાં તે 50% ચાર્જ થઈ જાય છે. ફોનમાં સારી વોઈસ ક્વોલિટી અને ગેમિંગ માટે 3 માઈક્રોફોન છે. તે વાઈફાઈ ગેમિંગ એન્ટિના પણ સપોર્ટ કરે છે.
  • તેમાં હાઈ સાઉન્ડવાળા ડ્યુઅલ સ્પીકર્સ મળે છે. તે ડોલ્બી એટમ્સ સપોર્ટ કરે છે. ફોનમાં ડેડિકેટેડ GT સ્વિચ, મેગ્લેવ ટ્રિગર અને સારા ગેમિંગ એક્સપિરિઅન્સ માટે એક્સ શૉકર્સ મળે છે. તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.

કિંમત અને અવેલેબિલિટી
ફોનનાં 3 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેનાં 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા, 8GB+128GB વેરિઅન્ટની કિંમત 28,999 રૂપિયા અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 30,999 રૂપિયા છે. ફોનનાં ગનમેટલ સિલ્વર અને પ્રીડેટર બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબલ છે.

કંપની લોન્ચિંગ ઓફર હેઠળ એક અઠવાડિયાં સુધી 1000 રૂપિયા અને બીજા અઠવાડિયે 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ફોનનું વેચાણ આજથી શરૂ થયું છે. તેની ખરીદી ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે. ICICI બેંકના ગ્રાહકોને 1000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments