Thursday, February 6, 2025
HomeદેશNATIONAL:હલ્દવાની હિંસા કેસમાં પોલીસ એક્શન તેજ, ગુનેગારો ઘર છોડીને ભાગ્યા..

NATIONAL:હલ્દવાની હિંસા કેસમાં પોલીસ એક્શન તેજ, ગુનેગારો ઘર છોડીને ભાગ્યા..

- Advertisement -

ઉત્તરાખંડના હલ્દવાની શહેરમાં હિંસા બાદ ઉત્તરાખંડ સરકાર એક્શનમાં છે. ત્યારે બદમાશો પર પહેલા જ દિવસથી કાર્યવાહી કરવા પોલીસને આદેશ અપાયા છે. ત્યારે તેને લઈને બદમાશો ઘર છોડીને ભાગી ગયા છે. જે બાદ પોલીસ દિલ્હીથી લઈને યુપી સુધી તેમની તપાસ કરી રહી છે.

ઉત્તરાખંડના હલ્દવાની શહેરમાં થયેલી હિંસા પર ધામી સરકાર પહેલા દિવસથી જ બદમાશો સામે કડક કાર્યવાહી કરી રહી છે. 8 ફેબ્રુઆરીએ હિંસાની રાત્રે, અંધારાનો લાભ લઈને ઘણા બદમાશો હલ્દવાની છોડીને અન્ય રાજ્યોમાં પલાયન કરી ગયા. પોલીસની 10 જેટલી ટીમો ભાગી છૂટેલા બદમાશોને શોધવામાં વ્યસ્ત છે ત્યારે દિલ્હી થી લઈને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં પણ પોલીસ બદમાશોની શોધી કરી રહી છે.

સીસીટીવી ફૂટેજ, મોબાઈલ વીડિયો અને બાણભૂલપુરા વિસ્તારની તપાસના આધારે પોલીસ હવે બદમાશોને તેમના ઘરમાંથી બહાર કાઢીને તેમની ધરપકડ કરી રહી છે. આ સંબંધમાં પોલીસને જાણવા મળ્યું છે કે ઘણા બદમાશોએ હિંસા કર્યા બાદ હલ્દવાની છોડી દીધી છે. પોલીસ હવે તેની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. એટલા માટે અન્ય રાજ્યો અને જિલ્લાઓમાં બદમાશોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ બદમાશોના સંબંધીઓની પણ પૂછપરછ કરી રહી છે.SSP નૈનીતાલ પ્રહલાદ નારાયણ મીણાએ શનિવારે કહ્યું કે હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારમાં હિંસાના બે દિવસ બાદ પોલીસે 19 નામ અને 5,000 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. નૈનીતાલ એસએસપીએ કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે. શહેરમાં સ્થાનિક પોલીસ દળો અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સતૈનાત કરવામાં આવ્યા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular