વલસાડ : બેલગામ બુટલેગરો પર લગામ લાવવા પોલીસ સક્રિય : LCB એ ટેમ્પામાં ભરેલ દારૂ સાથે એક શખ્સની કરી ધરપકડ.

0
14
વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને LCB પી.આઇ ડી.ટી.ગામિત ના માર્ગદર્શન મુજબ ASI રૂપસિંગ, કોન્સ્ટેબલ મહેન્દ્રદાન ગઢવી, રિતેશ પટેલ, સ્વીપ્નીલ અને હરદેવસિંહ રાણા એ હાઇવે પર ચાર રસ્તા પરથી દારૂ ભરેલો ટેમ્પો પકડ્યો.
દમણિયા બુટલેગરોને જૈર કરવા વલસાડ LCB એ હાઇવે પર નાકાબંધી કરી રૂ. 12.43 લાખના અધધ એવા દારૂનો જથ્થો લઇ જતાં ટેમ્પોને પકડી પાડી ચાલકની ધરપકડ કરી હતી. વલસાડ ડી.એસ.પી રાજદિપસિંહ ઝાલા ની સૂચના અને LCB પીઆઇ ડી.ટી.ગામિત ના માર્ગદર્શન મુજબ ASI રૂપસિંગ, કોન્સ્ટેબલ મહેન્દ્રદાન ગઢવી, રિતેશ પટેલ, સ્વીપ્નીલ અને હરદેવસિંહ રાણાએ હાઇવે પર પારડી ઓવરબ્રિજ નીચે બાતમીના પગલે નાકાબંધી હાથ ધરી હતી. આ દરમિયાન દમણ તરફ થી આવતા એક ટેમ્પો નં. MH46BM3092 ને અટકાવી તેની જડતી લેતાં તેમાંથી દારૂ ની 1346 બોટલો મળી આવી હતી. જેના પગલે LCB એ ટેમ્પોમાં સવાર બાબુસીંગ મંગલસીંગ રાજપુત રહે રાજસ્થાનની ધરપકડ કરી હતી. તેની પુછતાછ હાથ ધરતાં આ દારૂની હેરાફેરી માં સામેલ ફેનીલ ઉર્ફે લાલુ મુકેશ પટેલ, રહે. વાપી, ઉમેશ ઉર્ફે ઉમેશ ડોરી રમેશ પટેલ, રહે. દમણ, કિરણ ઉર્ફે લાલુ હરીશભાઇ માહ્યવંશી, રહે દમણ, નિલેશ ઉર્ફે નિલેશ કેવડી રમણ પટેલ અને વિપુલસીંગ રાજપુત ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here