ક્રિકેટ સટ્ટામાં કરોડોનો તોડ કરનાર પોલીસ વહીવટદાર પુન : ગાંધીનગરમાં !

0
205

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ તેનાત કરવામાં આવે છે.પરંતુ ક્યારેક પોલીસ જ પોતાની સત્તાનો દુરઉપયોગ કરતા હોય છે.આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં તોડ પ્રકરણમાં કરાયેલી ફરિયાદ હાઈકોર્ટે ક્વોશ કરી દેતા માત્ર સાડા ચાર મહિનામાં જ મોટા ગજાના વહિવટદાર હેડ કોન્સ્ટેબલ યશવંતસિંહ રાઠોડ સહિત તમામ પોલીસ કર્મચારીને પાછા ગાંધીનગર મૂકી દેવાયા છે.


મળતી માહિતી મુજબ ગત ડિસેમ્બર મહિનામાં ક્રિકેટ સટ્ટાના તોડ પ્રકરણમાં થયેલી ફરિયાદના પગલે ગાંધીનગર રેન્જના આર.આર.સેલના પીએસઆઈ ભાવેશ રબારી તેમજ તેની ટીમની જુદાજુદા જિલ્લામાં બદલી કરી દેવાઈ હતી. જેમાં ભાવેશ રબારીને આહવા-ડાંગ ખાતે મૂકી દેવાયા હતા. આ તોડ કાંડમાં આર.આર.સેલના વહિવટદાર યશવંતસિંહ નટવરસિંહ રાઠોડે તેમજ તેના પેટા વહીવટદાર સહિતની ટોળકીએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ થયો હતો. તોડ પ્રકરણની ફરિયાદ અદાલતમાં થતા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ વહિવટદાર યશવંતસિંહ સહિત છ પોલીસ કર્મચારીની અમરેલી ખાતે બદલી કરી તાત્કાલિક હાજર થવા આદેશ કર્યો હતો. યશવંતસિંહ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ જોગીન્દરસિંહ મહેરસિંહ ગેહલાવત, હિતેન્દ્રસિંહ રામસિંહ રાણા, કોન્સ્ટેબલ નાગજી બળદેવ દેસાઈ, મુકેશસિંહ દલપતસિંહ ચાવડા અને રાકેશ બળદેવની બદલી કરાઈ હતી.

 

પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ રાઈટર હેડ તરીકે મૂકવામાં આવ્યા છે. વહિવટદાર યશવંતસિંહે ફરિયાદી સાથે સમાધાન કરી લીધું છે. નોકરીમાં ક્યારેય પણ યુનિફોર્મ નહીં પહેરનારા વહિવટદાર યશવંતસિંહને અમરેલીમાં સંત્રી બનાવી દેવાયો હતો. મોટો ટોપો અને કમરપટ્ટા સાથેના યુનિફોર્મમાં લેવાયેલો યશવંત રાઠોડનો ફોટો પોલીસ બેડામાં વાઈરલ થયો હતો. તેના સાથી કર્મચારીઓને અમરેલીની પોલીસ લાઈનમાં રખડતા કૂતરા હટાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. યશવંતસિંહ અમદાવાદ જિલ્લાના એસપી અને રેન્જ આઈજીના વહિવટદાર તરીકેની ભૂમિકા અગાઉ નિભાવી ચૂક્યો છે. છેલ્લા આઠેક વર્ષથી યશવંત રાઠોડ ગાંધીનગર રેન્જ અને આર.આર.સેલમાં કામ કરતો હતો.હાલ તો આ સમગ્ર કિસ્સો ચર્ચાની ચગડોળે અને ટોકઓફધટાઉન બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here